ગુજરાત

અમદાવાદમાં ટ્રાફિક પોલીસનાં જવાનો હડતાળ પર ઉતર્યાદસ વર્ષ નોકરી પર રહી ચૂકેલા જવાનોને છુટા કરવાના ર્નિણય સામે વિરોધ

૧૮મી નવેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા કુલ ૯૦૦૦ પૈકી આશરે ૬૩૦૦ ટીઆરબી જવાનોને નોકરીમાંથી છુટ્ટા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર રાજ્યમાં ઠેરઠેર ટીઆરબી જવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે. આજે ગુજરાતભરમાં ટીઆરબી જવાનો લડી લેવાના મૂડમાં દેખાયા છે. વિદ્યાસહાયકો બાદ હવે આજે ટીઆરબી જવાનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો કરાયા છે. સાથે જ સરકારને પત્ર લખીને આ પરિપત્ર રદ કરવાની માંગણી કરાઈ છે. રાજ્યમાં રહેલા કુલ ૯૦૦૦ ્‌ઇમ્ જવાનોમાંથી ૧૧૦૦ જવાનોનાં ૧૦ વર્ષ પૂરાં થઈ ગયાં હોવાથી ૩૦ નવેમ્બર, ૨૦૨૩ના રોજ છૂટા કરી દેવામાં આવશે.

જ્યારે ૩૦૦૦ જવાનોને પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવાથી તેમને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ફરજમુક્ત કરવામાં આવશે. તેમજ ૨૩૦૦ ્‌ઇમ્ જવાનોને ૩ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવાથી ૩૧ માર્ચ, ૨૦૨૪ના રોજ છૂટા કરવામાં આવશે. અમદાવાદમાં ્‌ઇમ્ જવાનો આજે હડતાળ પર ઉતર્યા છે. કલેક્ટર ઓફિસ બહાર ્‌ઇમ્ જવાનોએ સૂત્રોચ્ચાર કર્યા. રાજ્ય સરકારના એક પરિપત્રને લઈને ટીઆરબી જવાનોમાં વિરોધ જાેવા મળ્યો છે. ્‌ઇમ્ જવાનોને છૂટા કરવાના ર્નિણય સામે વિરોધ દર્શાવાયો છે. સમગ્ર રાજ્યમાં ૬ હજાર ટીઆરબી જવાનોને છુટા કરવાની વાત ચાલી રહી છે, ત્યારે સુરતના ટીઆરબી જવાનોમાં આ ર્નિણયને લઈ રોષ જાેવા મળી રહ્યો છે. આ ર્નિણય પરત ખેંચવા માંગ ઉઠી છે. ટીઆરબી હેડ અને અન્ય કર્મચારીઓ ગતરોજ ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. તેઓએ ભાજપ શહેર પ્રમુખ સાથે મુલાકાત કરી હતી.

Related Posts