અમદાવાદમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના ૪૭૫૬ કેસ નોંધાયા
અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં દવાખાનામાં સવાર- સાંજ લાઇનો દર્દીઓની લાઈનો ફરી જાેવા મળી છે. ડેન્ગ્યુની અસર લોકોને વધુ જણાય છે. ચિકનગુનિયાનો પણ સતત વધારો થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ દાવો કર્યો છે કે હેલ્થ વિભાગની ૩૦૦ ટીમો શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબુમાં લેવા મચ્છરના બ્રિડિંગ શોધી કાર્યવાહી કરી રહી છે.
દરેક જગ્યાએ ફોગીંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ ક્યાયને ક્યાંય સફાઈના અભાવે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અને ગંદા પાણીના કારણે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છેશહેરના વિવિધ વિસ્તારમાં પાણીના પ્રદૂષણને લઈને ફરિયાદો વધી રહી છે.ગટરના પાણી બેક મારવાની અથવા ગટર લાઈન ચોકઅપ થવાની ફરિયાદો છતાં હેલ્થ અને ઈજનેર વિભાગ વચ્ચે સંકલનના અભાવે આ પ્રકારની ફરિયાદનો સમયસર નીકાલ થતો ના હોવાના કારણે પાણીજન્ય રોગના કેસ પણ વધી રહ્યા છે.૧૮ ડીસેમ્બર સુધીમાં પાણીજન્ય એવા ટાઈફોઈડના ૧૫૨ કેસ, કમળાના ૧૩૯ કેસ જયારે ઝાડા- ઉલ્ટીના ૯૯ કેસ નોંધાવા પામ્યા છે.આ વર્ષે રેસીડેન્શિયલ કલોરીન ટેસ્ટ માટે ૭૯ હજાર ૧૬૯ સેમ્પલ લેવાયા હતા
.૨૦૨ સેમ્પલમાં કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.બેકટેરીયોલોજીકલ ટેસ્ટ માટે ૮૮૩૦ સેમ્પલ લેવાતા ૧૭૮ સેમ્પલ અનફીટ જાહેર થવા પામ્યા હતા.અમદાવાદમાં ઠંડીના ચમકારાની સાથે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં સતત વધારો થતો જાેવા મળી રહ્યો છે.ડીસેમ્બરના ૧૮ દિવસમાં ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના ૨૦૦ થી વધુ કેસ નોંધાવા પામ્યા હતા.આ વર્ષે જાન્યુઆરીથી ડીસેમ્બર સુધીમાં ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના ૪૭૫૬ જયારે પાણીજન્ય એવા ઝાડા-ઉલ્ટી,ટાઈફોઈડ અને કમળાના ૭૧૦૪ કેસ નોંધાયા છે.દરેક વિસ્તારમાં શરદી-ખાંસી ઉપરાંત વાઈરલ ફીવરના કેસ જાેવા મળી રહ્યા છે.સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ તથા દવાખાનાઓમાં વિવિધ બીમારીના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે.
Recent Comments