અમદાવાદમાં ઢોર પાર્ટીને જાેઈ ગાય ગેલેરીમાં પહોંચી, નીચે પટકાતાં થઇ ગંભીર ઈજા
રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટની ઝાટકણી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે છતાં પણ રખડતા ઢોર લોકો માટે જીવનું જાેખમ બન્યા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં રખડતા ઢોર પકડવા જતા એક ગાય એક માળના મકાન ઉપર ગેલેરીમાં પહોંચી ગઈ છે અને જ્યારે એક વ્યક્તિ પકડવા માટે જાય છે ત્યારે ગાય ગેલેરીમાંથી નીચે કૂદકો મારે છે અને નીચે પડે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો અમદાવાદના ગોમતીપુરના વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા આ વીડિયો અમદાવાદનો છે કે આવી કોઈ ઘટના અમદાવાદમાં બની છે કે કેમ તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી અને તેમને આ બાબતે કોઈ જાણ પણ ન હોવાનું જાણવા મળ્યું છે. બીજાે એક બનાવ પણ બન્યો છે જેમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં બાળકો સાથે દંપતી બાઈક ઉપર જતું હતું ત્યારે અચાનક જ રસ્તામાં ગાય આવતા બાળકી સાથે દંપતી રોડ પર પટકાયા હતા.
આ અકસ્માતમાં જેમાં પિતાને હાથના ભાગે અને નાની બાળકીને ઇજા થઈ હતી જ્યારે માતા અને બાળકનું આબાદ બચાવ થયો હતો. નિકોલ વિસ્તારમાં કાનાણી પરિવારને આ અકસ્માત નડ્યો હતો ઇજાગ્રસ્ત બાળકી અને તેના પિતાને હાલમાં નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએસનસીડી વિભાગ દ્વારા ૨૧ જેટલો વીમો બનાવી અને ૨૪ કલાક કામગીરી કરવામાં આવતી હોવાની વાતો કરવામાં આવે છે પરંતુ દિવસે દિવસે રખડતા ઢોર પકડવાની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશન ના સીએનસીડી વિભાગ દ્વારા ઢોર પકડવાની સંખ્યા ૭૦ થી ૧૦૦ ની વચ્ચે પહોંચી ગઈ છે. હાઇકોર્ટની જાતકની બાદ પહેલા દસ દિવસ ૧૫૦ જેટલા ઢોર પકડવામાં આવતા હતા પરંતુ હવે સોથી ઓછા ઢોર પકડવામાં આવી રહ્યા છે ૨૧ ટીમો કાર્યરત હોય તો રોજના માત્ર બે જ ઢોર પકડવામાં આવે છે એવું સાબિત થઈ રહ્યું છે.
Recent Comments