ગુજરાત

અમદાવાદમાં થલતેજ પાસે સાંદીપની સોસાયટી નજીક નબીરાએ પૂર ઝડપે ફોરર્ચ્યુનર ગાડી હંકારી અકસ્માત સર્જ્‌યો, ૧ સગીર ઘાયલ

અમદાવાદમાં ફરી એક વખત નબીરા ના બેફામ ગાડી ચલાવવાના કારણે અકસ્માત સર્જાયો છે, કારણે થલતેજ પાસે સાંદીપની સોસાયટી નજીક એક ૧૭ વર્ષનો સગીરે ફોર્ચ્યુનર ગાડી પૂર ઝડપે, બેફામ રીતે હંકારી નિર્દોષ લોકોનાં જીવ જાેખમમાં મૂક્યો હતો જ્યાં એક સગીરાને ટક્કર મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અકસ્માત બાબતે એન ડીવીઝન પીઆઈ કે.પી. સાગઠીયાએ જણાવ્યું હતું કે, અકસ્માત બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ જે સગીર યુવક ગાડી ચલાવતો હતો. તે ગાડી તેના ભાઈના નામે છે. તેમજ પોલીસે કાર ચાલક સગીરની અટકાયત કરી છે અને આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા યુવકની પૂછપરછ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

Follow Me:

Related Posts