અમદાવાદમાં દારૂ પીધેલાના કેસ લાવશે તે પોલીસ કર્મીને ૨૦૦ રૂપિયા ઇનામ
પોલીસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો
૩૧મી ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પ્યાસીઓને પકડવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી અલગ-અલગ જગ્યાઓ પર રેડ કરી દારુ પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે. જે હાલ શહેરમાં ચર્ચાનું કેંદ્ર બન્યો છે. અમદાવાદ પોલીસના આધિકારિક ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, શહેરમાં જાે કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર હ્લૈંઇ નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રૂપિયા ૨૦૦ ઇનામ આપવામાં આવશે.” અમદાવાદ શહેર પોલીસ દ્વારા સતર્કતાના ભાગ રૂપે આ ટ્વીટ કરી જાહેરાત કરવામાં આવી છે ત્યારે ઘણાં લોકો આ મુહિમને પણ વધાવી રહ્યા છે.
Recent Comments