અમદાવાદ,ગુજરાતમાં આગામી માર્ચ મહિનામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે. જે પહેલા વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા ધોરણ ૧૦ની પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. બોર્ડની પદ્ધતિ મુજબ ૫ મુખ્ય વિષયોની પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાઈ રહી છે. અમદાવાદ શહેરની ૫૫૨ જેટલી શાળાના ૪૬,૦૦૦થી વધારે વિદ્યાર્થીઓ પ્રિ બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે.
૨૭ જાન્યુઆરીથી એટલે કે આજથી ૬ ફેબ્રુઆરી સુધી પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે. ધોરણ ૧૦માં મહત્વના ગણાતા એવા ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવશે. આગામી જાન્યુઆરી માસમાં શાળા કક્ષાએ પ્રિલિમ પરીક્ષાનું આયોજન થવાનું છે, જેની સાથે જ જિલ્લા શિક્ષણ વિભાગ આ પરીક્ષાનું સંચાલન કરશે. જેની ખાસિયત એ છે કે બોર્ડની પરીક્ષાની માફક જ આ પરીક્ષા લેવામાં આવશે, એટલે કે પ્રશ્નપત્ર પણ સેન્ટ્રલાઈઝ પદ્ધતિથી કાઢવામાં આવશે. ઝ્રઝ્ર્ફ, ખાખી સ્ટીકર, બોર્ડ સ્ક્વોડ સહિતની બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.
Recent Comments