ગુજરાત

અમદાવાદમાં ધોળકા નજીક પત્નીએ સગા ભાઈ સાથે શારીરિક સંબંધ બાંધતા પતિએ આત્મહત્યા કરી

પુત્રે સુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે તેની પત્ની તેના ભાઈ સાથે શારીરિક સંબંધ બાંધતી હતી તે હકીકત તે સહન કરી શકતો નથી હળાહળ કળિયુગમાં બને એટલે ઓછું છે. કપરા કળિયુગમાં સગા ભાઈ-બહેન વચ્ચે શારીરિક સંબંધોનો એક શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પરિણિતાને તેના સગા ભાઈ સાથે શારીરિક સંબંધો હતો અને તે અવાનનવાર ભાઈ સાથે વાંધાજનક હાલતમાં જાેવા મળતી હતી આને કારણે ખૂબ લાગી આવતાં પતિએ આપઘાત કરીને મોત વ્હાલું કરી લીધું હતું. અમદાવાદ જિલ્લાના ધોળકામાં એક ૩૫ વર્ષીય વ્યક્તિએ રોજ કથિત રીતે આત્મહત્યા કરી હતી જ્યારે તેની પત્ની તેના ભાઈ સાથે શારીરિક સંબંધ બાંધતી હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતકના પિતા દ્વારા નોંધાવવામાં આવેલી એફઆઈઆર મુજબ, તેમના પુત્રએ પ્રથમ વખત ધોળકાની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા ત્યાર બાદ તેમણે પુત્ર સાથે સંબંધો કાપી નાખ્યાં હતા અને છાપામાં જાહેરખબર આપીને પોતાના પુત્રને વારસામાંથી બેદખલ કરી હતી. પિતાએ આરોપ લગાવ્યો હતો કે તેમનો પુત્ર અલગ રહેવા લાગ્યો હતો અને તેની સાથે સારા સંબંધો નહોતા, જેના કારણે તે થઈ ગયો હતો.પિતાએ ફરિયાદમાં એવું કહ્યું કે તેમના પુત્રે ચાર લગ્નો કરનારી મહિલા સાથે લગ્ન કર્યાં હતા અને છૂટાછેડા લીધા હતા અને તેઓ ધોળકા શહેરમાં રહેવા લાગ્યા હતા. એફઆઈઆરમાં જણાવાયું છે કે તેમને ધોળકા પોલીસ અધિકારીનો ફોન આવ્યો હતો

જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે તેમના પુત્રએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તેને ધોળકાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યારે ફરિયાદી ત્યાં દોડી ગયો ત્યારે તેણે તેના પુત્રને અડધો બેભાન જાેયો અને જાણ્યું કે તેણે તેની પત્ની સાથે ઝઘડો કરીને ઝેર પી લીધું હતું. તેમની હાલત વધુ બગડતાં, તેમને અસારવાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,એફઆઈઆર મુજબ, સુસાઈડ નોટમાં પિતાએ એવું કહ્યું કે તેમનો પુત્ર કહેતો હતો કે પત્નીને તેના સગા ભાઈ સાથે શારીરિક સંબંધ છે અને ત્રણ મહિના પહેલા પત્ની તેના ભાઈ સાથએ વાંધાજનક હાલતમાં ઘરમાં હતી, આ પુત્રે જાેઈ લીધું હતું

અને ત્યાર બાદ પત્ની અને તેના ભાઈએ મારા પુત્રને ખૂબ માર માર્યો હતો અને તેને ગંભીર પરિણામોની ધમકી આપી. પુત્રે સુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે તેની પત્ની તેના ભાઈ સાથે શારીરિક સંબંધ બાંધતી હતી તે હકીકત તે સહન કરી શકતો નથી. તેણે સુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે તેની પત્નીના અગાઉના ચાર પતિઓ તેના ભાઈ સાથે શારીરિક સંબંધો બાંધી રહ્યા હોવાનું જાણ્યા બાદ તેનાથી અલગ થઈ ગયા હતા. સુસાઈડ નોટ અને મૃતકના પિતાની ફરિયાદના આધારે ધોળકા પોલીસે તેની પત્ની અને તેના ભાઈ સહિત પરિવારના અન્ય ત્રણ સભ્યો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.જ્યાં તેમનું રોજ મૃત્યુ થયું હતું. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમને તેમના પુત્રના ટ્રાઉઝરના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી હતી, જેમાં તેણે આત્મહત્યા પાછળનું કારણ જણાવ્યું હતું.

Related Posts