અમદાવાદ શહેરમાં ખેલૈયાઓ અને શહેરીજનોને હાલાકી ના પડે એ માટે નવરાત્રી દરમિયાન રાત્રીના ૨ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ચાલુ રહેશે. ખેલૈયાઓ રાત્રી દરમિયાન સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે એ માટે થઈને મેટ્રો ટ્રેન સેવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનના વર્તમાન તમામ રુટ પર મેટ્રો મુસાફરીનો લાભ શહેરીજનોને મળી રહેશે. ૨૩ ઓક્ટોબર સુધી મેટ્રોને ટ્રેનને સવારે ૬.૨૦ થી રાત્રીના ૨ વાગ્યા સુધી સેવામાં ચાલુ રાખવામાં આવશે. મહત્વનો ર્નિણય કરવાને લઈ મોડી રાત્રે વાહન શોધતા ખેલૈયાઓ અને શહેરીજનોને મોટી રાહત મળી રહેશે. ગરબા સ્થળથી નજીકમાં રહેલા મેટ્રો સ્ટેશને પહોંચતા જ ખેલૈયાઓ અને તેમની સાથે આવેલા પરિવારજનો સરળતા અને સલામત રીતે પોતાના ઘરે પહોંચી શકશે. મેટ્રો સેવા યોગ્ય રીતે સંચાલન થાય એ માટે તમામ વ્યવસ્થાઓને પણ ગોઠવી દેવામાં આવી છે. મેટ્રો સ્ટેશનો પર સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ દરમિયાન નજર રાખતી હોય છે. આમ મોડી રાત્રે યુવતીઓ, મહિલાઓ અને બાળકોને સલામત સફર કરી શકાશે.
અમદાવાદમાં નવરાત્રી દરમિયાન રાત્રે ૨ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સેવા શરૂ રહેશે

Recent Comments