અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં જ રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા છે. જેમાં ફેબ્રુઆરી મહિનામાં ઝાડા-ઊલટીના ૧૨૧ અને કમળાના ૮૩ કેસ અને ટાઈફોઈડના ૬૮ કેસ નોંધાયા છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં પ્રદુષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઊઠી છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં કમળાના ૭૦ કેસ નોંધાયા હતા જેની સામે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં કમળાના ૮૩ કેસ નોંધાયા છે.
તો બીજી તરફ મચ્છરજન્ય રોગચાળાએ પણ માથુ ઉચક્યુ છે. ફેબ્રુઆરીમાં ડેન્ગ્યૂના ૪, ચિકનગુનિયાના ૨૦ અને ઝેરી મેલેરિયાના ૨ કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે જ એએમસીએ લીધેલા પાણીના સેમ્પલના ૧૫ જેટલા નમૂના ફેલ થયા છે. એએમસી દ્વારા ૨૦૧૯માં ૨૧ હજાર ૬૬૫ પાણીના સેમ્પલ લીધા હતા. જેમાંથી ૧૦૬૦ સેમ્પલ ફેલ થયા. જ્યારે ૨૦૨૦માં ૧૫ હજાર ૧૬૯ સેમ્પલ લીધા હતા, જેમાંથી ૨૨૬ ફેલ થયા હતા. તો ૨૦૨૧માં ૧૨ હજાર ૩૩૭ સેમ્પલ લીધા જેમાંથી ૧૮૫ સેમ્પલ ફેલ થયા હતા. ચાલુ વર્ષે એએમસી દ્વારા ૨૨૭૯ સેમ્પલ લેવામાં આવ્યા છે.
જેમાંથી ૧૫ સેમ્પલ ફેલ થયા છે.અમદાવાદમાં ઉનાળાની શરુઆતમાં જ પાણી અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યુ છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં મોટી સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યા છે. અમદાવાદમાં ઝાડા-ઉલ્ટી, ટાયફોઇડ, કમળો, ડેન્ગ્યૂ સહિતની બીમારીઓ ફેલાઇ રહી છે.
Recent Comments