અમદાવાદમાં પાર્ટીના ફંડના નામે કોઈ ત્રાહિત વ્યક્તિ કરોડો રૂપિયાની ઉઘરાણી
સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા સામે આવ્યું કે, દ્ગઝ્રઁ ના નામે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલીને ફંડ ઉઘરાવવામાં આવતુશહેરના દ્ગઝ્રઁ ના ખજાનજી હેમાંગ શાહે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યું કે, પાર્ટીના ફંડના નામે કોઈ ત્રાહિત વ્યક્તિ કરોડો રૂપિયાની ઉઘરાણી કરી રહ્યો છે. તેમજ પાર્ટી ફંડમાં ૧૦૦ ટકા રિબેટ આપવાની લાલચે ગેરકાયદેસર ઉઘરાણી કરવામાં આવી રહી છે. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરતાં સામે આવ્યું કે દ્ગઝ્રઁ ના નામે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલીને ફંડ ઉઘરાવવામાં આવતુ હતું.
તપાસમાં સામે આવ્યું કે અલગ-અલગ ૮૬ જેટલા લોકો પાસેથી નવેમ્બર ૨૦૨૩થી અત્યાર સુધીમાં ફંડ ઉઘરાવવામાં આવ્યુ હતું. એટલું જ નહીં સાયબર ક્રાઈમની તપાસમાં એવુ પણ સામે આવ્યું કે, અત્યાર સુધીમાં ૨.૮૦ કરોડ જેટલી પાર્ટી ફંડના નામે બેન્ક એકાઉન્ટમાં ફંડ મેળવીને છેતરપિંડી આચરવામાં આવી છે. જે અંગે સાયબર ક્રાઈમની ટીમે બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવીને તમામ માહિતી મેળવીને આરોપી સુધી પહોંચી હતી. આ કેસમાં સાયબર ક્રાઇમે બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરાવી અલગ-અલગ માહિતી એકત્ર કરી આરોપી આમિર શેખની ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપી આમિર શેખ દ્વારા એનસીપીના નામનું એક્રોનીયનનો ઉપયોગ કરતો અને પોતે જ દ્ગઝ્રઁના નામે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી પાર્ટી ફંડના નામે ઉઘરાણી કરતો હતો. એટલું જ નહીં અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ચૂક્યો હતો. મહત્વનું છે કે આમિર શેખે અમદાવાદની બંધન બેન્કમાં બળતા નામનું એકાઉન્ટ ખોલાવી આ પ્રકારે છેતરપિંડી કરવાનું શરૂ કર્યું હતું. અગાઉ આમીર ઇવેન્ટ ઓર્ગેનાઈઝેશન અને આઇટી કંપનીમાં નોકરી કરતો હતો, પરંતુ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે આ પ્રકાર મોડેસ ઓપરેન્ડી શરૂ કરી હતી. એટલું જ નહીં એક ઓફિસ રાખીને નોકરી આપવાની લાલચે એક યુવકના નામે આ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું. હાલ સાયબર ક્રાઈમે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે આમિર સિવાય અન્ય કોણ વ્યક્તિઓ આ ગુનામાં સંડોવાયેલું છે અને અગાઉ પણ આવી રીતે ફંડના નામે છેતરપિંડી હાજરી છે કે કેમ?
Recent Comments