fbpx
ગુજરાત

અમદાવાદમાં પિતરાઈ ભાઈએ જ બહેન સાથે અડપલા કર્યા

થોડા દિવસો પહેલા જ અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના ઘરે મશીન રીપેરીંગ કરવા માટે ઓળખીતા વ્યક્તિને બોલાવ્યો હતો. તો આ વ્યક્તિએ ઘરમાં મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તે ભાગી ગયો હતો. આ ઘટનાને લઇને પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.રાજ્યમાં છેડતી અને બળાત્કાર જેવા કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો પરિવારના સભ્ય દ્વારા યુવતી કે, પછી સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય અથવા તો તેની છેડતી કરવામાં આવી હોય તેવા કિસ્સાઓ સામે આવે છે.

ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે કે, જેમાં પિતરાઈ ભાઈએ જ બહેન પર નજર ખરાબ કરી હતી અને સગીરાની માતા પિતાની ગેરહાજરીમાં તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે આ બાબતે પાડોશીને જાણ થતા જ તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટના બાબતે સગીરાએ તેના માતા-પિતાને માહિતી આપતા અંતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. રિપોર્ટ અનુસાર અમદાવાદમાં એક સગીરા રાણીપ વિસ્તારમાં તેના પરિવારની સાથે રહે છે. સગીરાના માતા-પિતા અમદાવાદથી બહાર ગયા હતા. તો બીજી તરફ સગીરાના પિતારાઈ ભાઈએ તેનો અકસ્માત થયો હોવાનું કારણ આપીને ઘરે આરામ કરવા અને જમવા બાબતેની વાત કરી હતી.

જેથી સગીરાના માતા-પિતા એ આ બાબતે મંજૂરી આપી હતી. માતા-પિતાની ગેરહાજરી હોવાના કારણે પિતરાઈ ભાઈએ સગીરાની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. સગીરા પિતરાઈ ભાઈના મનસૂબાને ઓળખી ગઈ હતી અને તેને પિતરાઇ ભાઇની આ હરકતનો પ્રતિકાર કર્યો હતો. જેથી નરાધમ સગીરા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને આ બાબતે પાડોશીઓને માહિતી મળતા તેઓ તાત્કાલિક સગીરા પાસે દોડી આવ્યા હતા.

તો બીજી તરફ સગીરાનો પિતરાઈ ભાઈ ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો. આ બાબતે સગીરાએ તેના માતા-પિતાને વાતચીત કરતા તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને પિતરાઇ ભાઇએ સગીરા પર નજર ખરાબ કરી હોવાના કારણે સગીરાના માતા-પિતા સગીરાને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જ્યાં નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સગીરા અને તેના પરિવારના સભ્યોએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નરાધમની ધરપકડ કરી હતી.

Follow Me:

Related Posts