fbpx
ગુજરાત

અમદાવાદમાં પૂરપાટ ઝડપે આવતી AMTS બસ BRTSની રેલિંગ તોડી પેટ્રોલ પંપમાં ઘૂસી

અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ સામે સાંજે એએમટીએસ બસનો અકસ્માત સર્જાયો હતો. આસ્ટોડિયા સર્કલ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એએમટીએસ બસ બીઆરટીએસ લેનની રેલિંગ તોડી અને પેટ્રોલ પંપ સુધી પહોંચી ગઈ હતી. જાેકે, સદનસીબે બસની આગળ રેલિંગ હોવાથી બસ રોકાઈ ગઈ હતી. જાે બસ પેટ્રોલ પંપમાં ઘૂસી ગઈ હોત તો મોટી જાનહાની સર્જાઈ હોત. અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. એએમટીએસ બસનો અકસ્માત પેટ્રોલ પંપમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ શહેરના દાણાપીઠ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસની સામે સાંજે એએમટીએસની રૂટ નંબર ૧૪ની બસ આઆસ્ટોડિયા સર્કલ તરફથી ઝડપે આવી હતી અને અચાનક જ બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રેલિંગ તોડી ડાબી તરફના રોડ પર જતી રહી હતી અને સીધા પેટ્રોલ પંપ સુધી પહોંચી ગઈ હતી.

જાેકે, બસની આગળના ભાગે રેલીગના ટુકડા આવી ગયા હતા જેથી બસ રોકાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. પરંતુ જાે બસની સ્પીડ હજી થોડી વધારે હોત અને રેલિંગના ટુકડા આગળ ન આવ્યા હોત તો બસ સીધી પેટ્રોલ પંપમાં ઘૂસી ગઈ હોત અને મોટી જાનહાની સર્જાઈ હોત. એએમટીએસ બસ અકસ્માત પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. જેમાં બસનો ડ્રાઇવર પૂરપાટ ઝડપે બસ ચલાવતો દેખાય છે અને બસ રેલિંગ તોડી સીધી પેટ્રોલ પંપ તરફ આવતી દેખાઈ રહી છે.

બસની આગળના રેલિંગના ટુકડાના કારણે બસ રોકાઈ ગઈ હતી. તેમજ બસનો અકસ્માત થયો ત્યારે આગળ એક રીક્ષા જતી હતી. જાેકે, સદનસીબે રીક્ષા ચાલકોનો તેમાં બચાવ થયો છે. એએમટીએસના ટ્રાન્સપોર્ટ મેનેજર આર એલ પાંડએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાંજે જે અકસ્માત સર્જાયો તેમાં સામેથી બીઆરટીએસ ટ્રેકમાં બાઈક ચાલક આવ્યો હતો અને તેને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો છે. જાેકે, આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.

Follow Me:

Related Posts