અમદાવાદમાં પૈસાની ઠગાઈ કરતો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી ઝડપાયો
અમદાવાદ સાઇબર ક્રાઇમને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ તરીકે ઓળખ આપી રૂપિયાની ઠગાઇ કરનાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે આરોપી રાજકોટ પીએસઆઇ દિગ્વિજયસિંહ જાડેજા બોલું છું કહીને લોકોને મોબાઇલ પર ધમકી આપતો હતો અને ત્યારબાદ તેમના ફેસબૂક, ઇનસ્ટાગ્રામ તથા અન્ય વિડિયોનાં પાસવર્ડ મેળવી અને ત્યારબાદ પત્તાની ગેમનો પાસવર્ડ મેળવી તેમાંથી રૂપિયા અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
આ અંગેની ફરિયાદ સાઇબર ક્રાઇમને મળતા આરોપીને પકડવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરાનાં ભાયલી રોડ નજીકથી દારૂ પીને લોકેશનનાં આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. માત્ર ૨૩ વર્ષનો ધાર્મિક પાબારી નકલી ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ બની ફોન પર લોકોને દમ મારતો હતો અને પૈસાની ઠગાઈ કરતો હતો. પરંતુ અમદાવાદ સાઇબર ક્રાઇમને ટેકનિકલ સર્વેલન્સ ના આધારે આરોપીને ઝડપી પાડયો છે અને જેલનાં સળિયા પાછળ ધકેલી દીધો છે.
Recent Comments