ગુજરાત

અમદાવાદમાં ફટાકડા ફોડવાની તકરારમાં લાકડી પથ્થરથી હુમલો કરતા એક યક્તિ લોહી લુહાણ થયો

ગઇકાલે દેવ દિવાળી હોવાથી નિકોલ રોડ ઉપર નવા નરોડામાં યુવક તેના મિત્રો સાથે સોસાયટી પાસે ફટાકડા ફોડતો હતો. આ સમયે ત્રણ લોકો સાથે તકરાર થઇ હતી જેને લઇને યુવકના પિતા ઠપકો આપવા ગયા તો તેમની સાથે પણ તકરાર કરીને માથામાં પથ્થર મારીને લાકડીથી ઢોર માર મારીને આધેડને લોહી લુહાણ કર્યા હતા. એટલું જ નહી આરોપીઓએ ધમકી આપી હતી કે તારો દિકરો હવે પછી અહિયાં ફટાકડા ફોડશે તો જાનથી મારી નાંખીશું.

આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવા નરાડોમાં રહેતા આધેડે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે આધેડ ચાલીને ઘર તરફ આવતા હતા જ્યાં ગઇકાલે દેવ દિવાળી હોવાથી તેમનો દિકરો મિત્રો સાથે સોસાયટી નજીક ફટાકડા ફોડતો હતો. પુત્રને આરોપી સાથે કોઇ કારણસર તકરાર થઇ હતી જેથી ફરિયાદી વચ્ચે પડીને ઠપકો આપવા જતાં તેમને ગાળો બોલવાનું શરુ કરતાં આધેડે ગાળો બોલવાની ના પાડતાં એક શખ્સે ઉશ્કેરાઇને તેમના માથામાં પથ્થર માર્યો હતો જ્યારે બીજા શખ્સે લાકડીથી ફટકા મારતાં આધેડ લોહી લુહાણ થયા હતા. બીજીતરફ આરોપીએ ધમકી આપી કે તારો દિકરો હવે પછી અહિયાં ફટાકડા ફોડશે તો જાનથી મારી નાંખીશું. ગંભીર રીતે ઘાયલ આધેડને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts