અમદાવાદમાં ફરી એક વાર ઘરઘાટી ૨૪ લાખના દાગીના લઈ ફરાર
બોડકદેવનાએક બંગલોઝમાંથી એક સોના-હીરાના દાગીના ચોરીનો કિસ્સો સામે આવ્યો છે ચોર સોના-હીરાના દાગીના ચોરીને ફરાર થઇ ગયાની ઘટના બનતા પરિવારમાં માહોલ ગરમ થયો બોડકદેવ એક બંગલોઝમાં ૬૫ વર્ષીય નિવૃત્ત છે, જ્યારે પત્ની દીકરા પુત્રવધૂ અને પૌત્ર ચારેય સાથે રહે છે. યોગેન્દ્રકુમારે ૭ મહિના પહેલા ઘરે કામ કરવા માટે ઘરઘાટી તરીકે ભુરા વેલા(રાજસ્થાન)ને નોકરીએ રાખ્યો હતો. ૨૪ જાન્યુઆરીએ યોગેન્દ્રકુમાર પરિવારના તમામ સભ્યો સાથે પ્રસંગમાં હાજરી આપવા અને ફરવા માટે સાળંગપુર ગયા હતા, ત્યારે ઘરઘાટી ભુરો ઘરે જ રહ્યો હતો અને તેઓ ૨૫મી એ ઘરે પર આવ્યા હતા.
બોડકદેવના સમર્પણ બંગલોઝમાંથી રાજસ્થાની ઘરઘાટી રૂ.૨૪ લાખના સોના-હીરાના દાગીના ચોરીને ફરાર થઇ ગયો હતો. ઘરઘાટીએ છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરતા વૃધ્ધ માલિકે તેને ડોકટરને બતાવવાના અને દવાના રૂ.૨૫૦૦ પણ આપ્યા હતા, ત્યારબાદ ઘરઘાટીએ માલિકને કહ્યું કે છાતીમાં ફ્રેકચર થયું હોવાથી ડોકટરે ૨૫ દિવસ આરામ કરવાનું કહ્યું છે તેથી તે વતન જઈ રહ્યો છે. તે પરિવારના સાથે ૨ દિવસ માટે સાળંગપુર ગયા હતા.
તે સમયે જ ભૂરાએ કબાટમાં સ્ટીલના ડબ્બામાં મૂકેલા દાગીના ચોરી લીધા હતા. પરિવારના સભ્યો પાછા આવી ગયા તેના ૩ દિવસ પછી ભુરાએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરીને ભાગી ગયો હતો. જાે કે ચોરીની ફરિયાદ બાદ ભૂરાને ફોન કરતા તેનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે ભૂરો વેલા રાજસ્થાન ઉદેપુરના સલુમ્બરના ગામનો વતની હોવાના માહિતીના આધારે પોલીસની એક ટીમ રાજસ્થાન મોકલી છે..
Recent Comments