ગુજરાત

અમદાવાદમાં બેંક મેનેજર પત્નીનો ઘરસંસાર અભયમની ટીમે બચાવ્યો

અમદાવાદના એક વિસ્તારમાંથી અભયમની ટીમને એક મહિલાએ ફોન કર્યો હતો. મહિલાએ અભયમની ટીમને જણાવ્યું હતું કે, મારા પતિ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખી રહ્યાં હોવાથી હું ઘરેથી નીકળી ગઈ છું. જેથી મદદ માટે આવો. કોલ મળતાંની સાથે જ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અભયમની ટીમે પતિની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે પત્ની એક બેંકમાં મેનેજર છે તેને ૧૮ મહિનાથી એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી પરિવારને લગ્ન કરાવવા માટે જાણ કરી હતી. પરંતુ બંને અલગ અલગ જ્ઞાતિના હોવાથી પરિવાર લગ્ન કરાવવાની ના પાડતો હોવાથી બંને જણા ઘરેથી ભાગી ગયા હતા અને કોર્ટમાં લગ્ન કરી લીધા હતાં.

યુવતીના માતા પિતા તેને બોલાવતા નહોતા.લગ્નના એક વર્ષ બાદ તેણ પતિનો મોબાઈલ જાેયો તો તેમાં એક છોકરીનો નંબર બ્લોક લિસ્ટમાં મુક્યો હોવાનું જણાયું હતું. તેથી પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં તે ઘરેથી નીકળી ગઈ હતી. એક દિવસ હોટેલમાં રોકાઈ હતી. અભયમની ટીમ પત્નીને તેના ઘરે લઈ ગઈ હતી. જ્યાં પતિની પુછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, જે છોકરીનો નંબર તેણે બ્લોક લિસ્ટમાં નાંખ્યો હતો તે તેના મિત્રની પ્રેમિકા હતી. આ સાંભળીને પત્નીને પણ ઝાટકો લાગ્યો હતો. બીજી બાજુ અભયમની ટીમે પત્નીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને ખોટી શંકાના કારણે એક પરિવાર તુટી જાય તેવી માહિતી પણ આપી હતી. જેથી પત્નીએ પોતાની ભુલ સમજાતા તેણે તેના પતિની માફી માંગી હતી અને અભયમની ટીમનો આભાર માન્યો હતો.

અમદાવાદમાં બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતી પત્નીને એક યુવક સાથે પ્રમ થતાં તેણે ઘરેથી ભાગીને કોર્ટ મેરેજ કરી અલગ રહેવાનું શરૂ કર્યું હતું. લગ્નના એકાદ વર્ષ બાદ પતિના મોબાઈલમાં એક છોકરીનો ફોન નંબર બ્લોક લિસ્ટમાં જાેતાં શંકા રાખીને પતિ સાથે ઝઘડો કરીને પત્ની ઘરમાંથી નીકળી ગઈ હતી અને હોટેલમાં રહેવા લાગી હતી. બાદમાં પત્નીએ અભયમ હેલ્પલાઈનને જાણ કરી હતી. જેથી અભયમની ટીમે કોલના સ્થળ પર પહોંચીને પતિની પુછપરછ કરી હતી. પતિની પુછપરછ દરમિયાન છોકરી તેના મિત્રની પ્રેમિકા હોવાનું સામે આવ્યું હતું. જેથી અભયમની ટીમે પત્નીનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેથી પત્નીને પોતાની ભૂલ સમજાતાં પતિની માફી માંગી હતી.

Related Posts