fbpx
ગુજરાત

અમદાવાદમાં બોગસ કોરોના રિપોર્ટનું કૌભાંડ, માત્ર ૫૦૦ રૂપિયામાં મળતો ફેક રિપોર્ટ

ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબૂ બહાર જતું રહ્યું છે. તેવામાં હવે લેભાગુ તત્વો દ્વારા પૈસા કમાવવાની લ્હાયમાં કાળા કામો કરવામાં આવી રહ્યા છે. એકબાજુ રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી ફૂલીફાલી છે. ત્યાં હવે અમદાવાદમાં બોગસ આરટીપીસીઆર રિપોર્ટનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે વટવામાં આવેલી લેબોરેટરીને સીલ મારી દેવાઈ છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સોની લાંબી લાઈનો કોરોના દર્દીઓને લઈ ઉભી છે. આવી અત્યંત ગંભીર પરિસ્થિતિમાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા પૈસા કમાવવાની લાલચમાં ખોટા કામોને અંજામ આપતા હોય છે. અમદાવાદના ઘોડસરમાં આવેલી ગાયત્રી લેબમાં બોગસ ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ બહાર આવ્યું છે.

અમદાવાદના ઓગણજ ખાતે રહેતો ડો. દિવ્યેશ પટેલ આ લેબને ચલાવતો હતો. જ્યારે નિલેશ વાઘેલા નામનો શખ્સ સમગ્ર લેબનું સંચાલન કરતો હતો. આ લેબમાં ફક્ત ૫૦૦ રૂપિયામાં બોગસ ઇ્‌ઁઝ્રઇ રિપોર્ટ કાઢી આપવામાં આવતો હોવાનો ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો. આ મામલે ફરિયાદી વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે હાલ લેબને સીલ મારી હતી.

Follow Me:

Related Posts