અમદાવાદમાં ભરબપોરે ઘરનો દરવાજાે ખોલતાં બની એવી ઘટના કે વિશ્વાસ જ નહિ થાય

અમદાવાદના મણીનગરમાં ભરબપોરે ઘરનો દરવાજાે ખોલતાં મહિલાના મોઢા પર ફેંટો મારીને સોનાની ચેઇન લૂંટી લીધી
ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે જાે કોઇ અજાણ્યો વ્યકિત કે ફેરીયો ભરબપોરે ઘરમાં આવવાની કોશિશ કરે તો મહેરબાની કરીને ઘરનો દરવાજાે ખોલશો નહીં. મણિનગર વિસ્તારમાં ગઇકાલે મહિલા ઘરે કામ કરી રહી હતી ત્યારે ઘરનો બેલ વાગ્યો હતો. મહિલાએ દરવાજાે ખોલીને જાેયું તો ઘરની બહાર કોઇ હતું નહીં, જેથી તે દરવાજાે બંધ કરીને ફરીથી કામે લાગ્યા હતા. થોડા સમય પછી ફરીથી ઘરનો બેલ વાગ્યો હતો, મહિલાએ દરવાજાે ખોલતાની સાથે જ અજાણ્યા યુવકે તેમના મોઢા પર ફેંટો મારીને સોનાની ચેઇન લૂંટી લીધી હતી. ઘટના બાદ એ વાત ચોક્કસ પુરવાર થઇ ગઇ છે કે, હવે લોકો પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. રાહદારીને છરી બતાવીને લૂંટી લેવાના તેમજ રાતે ચોરી થવાની સખ્યાબંધ ઘટનાઓ અમદાવાદમાં ઘટી રહી છે. મણિનગર વિસ્તારમાં આવેલા અનુભુતી બંગ્લોઝમાં રહેતા વિશાખાબેને મણિનગર પોલીસ સ્ટેશનમાં લૂંટ તેમજ મારમારીની ફરિયાદ કરી છે. વિશાખાબેન તેમના પરિવાર સાથે રહે છે. ગઇકાલે વિશાખાબેન ઘરે એકલા હતા ત્યારે બપોરે પોણા ચાર વાગ્યાની આસપાસ ઘરનો બેલ વાગ્યો હતો.
વિશાખાબેને દરવાજાે ખોલીને જાેયુ તો ઘરની બહાર કોઇ હતું નહીં. જેથી તેમણે દરવાજાે બંધ કરીને પોતાનું કામ કરવા લાગ્યા હતા. થોડા સમય પછી ફરીથી કોઇ શખ્સે બેલ વગાડ્યો હતો. જેથી વિશાખાબેને દરવાજાે ખોલ્યો હતો. દરવાજા પાસે એક યુવક ઉભો હતો. વિશાખાબેન કંઇ બોલે તે પહેલા યુવકે તેમના ગળામાં હાથ નાખીને ચેઇન લૂંટવાનો પ્રસાય કર્યો હતો. વિશાખાબેને પ્રતિકાર કરવાની કોશિશ કરતા યુવકે તેમના મોઢા પર ફેંટ મારીને હાથ મરોડી દીધો હતો. વિશાખાબેનને ઢોર માર માર્યા બાદ યુવકે તેમના ગળામાં રહેલી ચેઇન તથા પેન્ડલ લૂંટીને નાસી છૂટ્યો હતો. વિશાખાબેને તરત જ તેમના પતિ લલિતભાઇને જાણ કરી દીધી હતી. લલિતભાઇએ તેના ભત્રીજા વિધાનને ઘરે મોકલ્યો હતો. વિશાખાબેનની તબીયત ખરાબ થઇ હોવાથી તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ વિશાખાબેનના રિપોર્ટ કરતાં તેમના હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું. આરોપીએ વિશાખાબેનનો હાથ મરોડી નાખતા તેમને ફ્રેક્ચર થયું હતું. સમગ્ર ઘટનાની જાણ લલિતભાઇએ પોલીસને કરી હતી. જેથી મણિનગર પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઇ હતી અને વિશાખાબેનના નિવેદન લીધું હતું. વિશાખાબેનના નિવેદનના આધારે મણિનગર પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ લૂંટની ફરિયાદ દાખલ કરી હતી. લૂંટારૂ ગઠીયાને પકડવા માટે મણિનગર પોલીસે સોસાયટીના સીસીટીવી કેમેરા તેમજ શકમંદોની તપાસ શરૂ કરી છે.
Recent Comments