ગુજરાત

અમદાવાદમાં ભાઈના મિત્ર એજ બહેનની છેડતી ઘરમાં ઘુસીને કરી

શાહપુરમાં રહેતી ૨૯ વર્ષની પરિણીતા તેના પતિ અને બે બાળકો સાથે રહે છે. બે દિવસ અગાઉ પરિણીતા ઘરે એકલી હતી, આ દરમિયાન તેના ભાઈનો મિત્ર ઘરે આવ્યો હતો, જેથી પરિણીતા તેને બેસાડીને પાણી લેવા રસોડામાં ગઈ હતી. આ દરમિયાન આ યુવક તેની પાછળ પાછળ ગયો અને બાથમાં પકડી લીધી અને કહેવા લાગ્યો, તું મને બહું પસંદ છે.

આ બાદ યુવક પરિણીતાની છેડતી કરવા લાગ્યો, જેથી તે ગભરાઈ ગઈ હતી અને છૂટવા માટે પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન તેના કપડા પણ ફાટી ગયા. જાેકે પરિણીતા તાબે ન થતા યુવક તેને માર મારવા લાગ્યો હતો અને ધમકી આપી કે, જાે તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તારા ભાઈ અને પતિને પતાવી દઈશ. પરિણીતાને ધમકી આપ્યા બાદ યુવક ત્યાંથી ભાગી ગયો હતો. જે બાદ તેણે આ સમગ્ર ઘટના પતિ અને પોતાના ભાઈઓને જણાવી હતી. બાદમાં પરિણીતાએ આ અંગે શાહપુર પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

શહેરમાં છેડતીની એક શર્મસાર કરતી ઘટના બની છે. જેમાં પરિણીતાના ભાઈના મિત્રએ તેની સાથે બળજબરીનો પ્રયાસ કર્યો. જ્યારે પરિણીતાએ પ્રતિકાર કર્યો તો યુવકે તેના પતિ તથા બંને ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ સમગ્ર મામલે પરિણીતાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Related Posts