અમદાવાદમાં ભાઈ-બહેને વેપારીને હનીટ્રેપમાં લાખ્ખો પડાવ્યા, કંટાળીને વેપારીની પત્નીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ભાઈ-બહેને વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત ધમકી આપીને રૂપિયા ૫૫ લાખ પડાવી લીધા છે. મરજી વગર કુદરતી તથા અકુદરતી રીતે શરીર સંબંધ બાંધ્યો હતો. તેવો બળાત્કારનો કેસ કરી ફસાવી દઇશ અને આજીવન જેલમાં નખાવી દેવાની ધમકી આપતા હતા. ત્યારે આ ત્રાસથી કંટાળીને વેપારીના પત્નીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. વટવા વિસ્તારમાં રહેતા વેપારીને વટવા જીઆઇડીસીમાં કારખાનું ધરાવે છે. જે છેલ્લા કેટલાક સમયથી ખુબ જ પરેશાન રહેતા એપ્રિલ ૨૦૧૫માં તેમણે એક યુવતીને નોકરી પર રાખી હતી. જેણે પાંચ વર્ષ સુધી નોકરી કરી હતી અને આ દરમિયાન તેણે વેપારી સાથે નજીકની મિત્રતા પણ કેળવી હતી. આ યુવતી અને તેનો ભાઈ અવારનવાર કારખાના પર આવતા અને યેનકેન પ્રકારે પગાર ઉપાડ નામથી રૂપિયા લઇ જતાં હતાં. જાે કે, એડવાન્સ પગારના રૂપિયા વધી જતા વેપારીએ તેને રૂપિયા જમા કરાવવા કહ્યું હતું. જેથી યુવતીના ભાઇએ વેપારીને યુવતી સાથે મરજી વગર કુદરતી તથા અકુદરતી રીતે શરીર સંબંધ બાંધ્યો છે, તેવો બળાત્કારનો કેસ કરી ફસાવી દઇશ અને આજીવન જેલમાં નંખાવી દેવાની ધમકી આપી હતી.
આમ વેપારી પાસેથી ટુકડે ટુકડે બળજબરીથી ખોટા જેલના ભયમાં મૂકીને બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું અને ૪૫ લાખ પડાવી લીધા હતાં. ફરીયાદીના ભત્રીજીના જન્મદિવસ પર યુવતીએ વેપારીને ફોન કરીને કહ્યુ હતુ કે, તમે મને કેમ પૈસા આપતા નથી અને જાે તમે પૈસા નહીં આપો તો હું તમારા ઘરે આવીશ અને તમારી સોસાયટીમાં તમને બદનામ કરી દઇશ. તેમ કહીને ફોન કટ કરી નાંખ્યો હતો. ત્યારબાદ બે મહીના પહેલા યુવતીનો ભાઇ તેમના ઘરે આવ્યો હતો અને કહ્યું કે ‘તમે મારી બહેનને પૈસા આપી દો નહીતર હું તથા મારી બહેન બંન્ને મળી તમારા પર બળાત્કારનો કેસ કરી બદનામ કરી નાંખીશું.’ ત્યારબાદ આ બંન્ને આરોપીઓએ વેપારીની વિરુદ્ધમાં મહીલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને તે અરજીની રીસીવ કોપી બતાવી ધમકી આપી હતી કે, જાે તેમારે બળાત્કારના કેસમાં ફસાવવું ના હોય તો અમે કહીએ તેમ કરવું પડશે. આમ ફરી એક વખત ખોટા કેસમાં ફસાવી દેવાની અને બદનામ કરવાની ધમકી આપીને વેપારી પાસેથી રૂપિયા ૧૦ લાખ પડાવી લીધા હતા. તેમ છતાં વારંવાર ફોન કરી પૈસાની માંગણી કરતાં કંટાળીને વેપારીની પત્નીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગેની જાણ પોલીસને કરતાં પોલીસ પૂછપરછમાં આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જે અંગે પોલીસએ બંન્ને ભાઈ-બહેનની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Recent Comments