fbpx
ગુજરાત

અમદાવાદમાં ભેજાબાજાે નકલી માર્કશીટને અસલી બનાવી વિદેશ મોકલનારા ૩ની ધરપકડ

જીવનને સાર્થક બનાવવા માટે લોકો પોતાની જીવનભરની બચાવેલી મુડીથી વિદેશ જવાના સપના જાેતા હોય છે. પરંતુ તેઓ પોતાના અભરખા પુરા કરવા એવા ભેજાબાજાેના સકંજામાં આવી જાય છે જેઓ તેમની જીવનભરની મુડીને લુંટી લેતા હોય છે. લોકોના જીવનને નરક બનાવી તેમના જીવનની આશાઓ સાથે ચેડાં કરતાં ભેજાબાજ લોકોનો અમદાવાદની એલિસબ્રિજ પોલીસે પર્દાફાશ કર્યો છે. ધોરણ ૧૨ની માર્કશીટમાં ચેડાં કરીને બોગસ માર્કશીટના આધારે યુકેમાં એડમિશન અપાવવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે.

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ગ્રાન્ડ મોલના ત્રીજા માળે ભેજાબાજે એસી ઓફિસ બનાવીને લોકોને છેતરવાનું કાવતરૂ શરૂ કર્યું હતું. ઘણા સમયથી આ પ્રકારે લોકોને ફસાવીને રૂપિયા પડાવતા ભેજાબાજ અને તેના મળતીયાઓની એલિસબ્રિજ પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે અમદાવાદના આંબાવાડીમાં સ્થિત ઓફિસમાં એક વ્યક્તિ લોકોને યુકે મોકલવાની લાલચ આપતો હતો. જે વ્યક્તિને ધોરણ ૧૨માં ૭૦ માર્ક આવ્યા હોય કે તેથી વધુ આવ્યા હોય તેને યુકેમાં એડમિશન મળે છે. જાે તેના માર્ક ઓછા હોય તો તેને આઈઈએલટીએસની પરીક્ષા પાસ કરવી પડે છે.

પરંતુ બંને ના થઈ શકે ત્યારે આવા ભેજા બાજાે પોતાના શૈતાની ઉપાય અજમાવીને લોકોને છેતરવાનું કાવતરૂ શરૂ કરે છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.ડી.પટેલે બાતમી મુજબ આંબાવાડીના ગ્રાન્ડ મોલ ખાતે ત્રીજા માળે આવેલી યુનિવર્લ્ડ નામની ઓફિસમાં દરોડા પાડી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ ઓફિસના સંચાલક મનીષભાઈ સુરેન્દ્રભાઈ ઝવેરી નીરવ વિનોદ વખારીયા,જીતેન્દ્ર ભવાનભાઈ ઠાકોર ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના વેપલો કરતો હતો.

આરોપીઓની પૂછપરછમાં ખૂલેલી વિગત મુજબ વિદેશ ઇચ્છતા લોકોની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની અસલ માર્કશીટ લઈ આરોપીઓ તેમાંથી ગુજરાત બોર્ડનો અસલ લોગો અને સિક્કો કાઢી માર્ક સુધારી તૈયાર થયેલી નકલી માર્કશીટ પર આ લોગો અને સિક્કો લગાવી દેતા હતા. આમ વિદેશ જવા ઇચ્છતા લોકોને વિઝા અપાવવા માટે આ રેકેટ ચાલતું હોવાનું ખુલ્યું હતું. આ ઓફિસના સંચાલક અને તેના મળતીયાઓએ યુકે જવા માટે તત્પર લોકોની ધોરણ ૧૨માં જરૂરી માર્ક ના હોય તો તેમની માર્કશીટમાં ચેડા કરવાનો ગોરખધંધો શરૂ કર્યો હતો.

કોઈ વ્યક્તિને ૬૮ માર્ક આવ્યા હોય તો તે વિદેશ વિઝા માટે લાયકાત ધરાવતો નથી તેથી આ લોકો તેની માર્કશીટમાં ચેડા કરીને ૮૬ માર્ક કરી દેતા હતા જે નજીકની ઝેરોક્ષની દુકાનમાં કલર ઝેરોક્ષ જેની દસ રૂપિયા કિંમત છે તે કઢાવીને યુકેની એમ્બેસી અને કોલેજ કે યુનિવર્સિટીમાં મોકલી દેતા હતા. જેના આધારે એડમિશન લેટર મળી જતા હતા. આ રીતે દસ રૂપિયાના જુગાડમાં લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાનું રીતસરનું કૌભાંડ ચાલતું હતું.

માર્કશીટમાં છેડા કરી તેની કલર ઝેરોક્ષ બનાવીને વિદેશ મોકલનારા તેમજ તેની સાથે જાેડાયેલા લોકોને ધરપકડ કરવામાં આવી છે આ લોકો અત્યાર સુધી કેટલા લોકોને આ રીતે છેતર્યા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસે આ ઓફિસના સંચાલકોની અંગજડતી લેતાં તેમની પાસેથી ૩૫ જેટલી નકલી માર્કશીટ, ૬૦ હજારની કિંમતના બે કોમ્પ્યુટર, એક પૈસા ગણવાનું મશીન, ત્રણ નંગ મોબાઈલ, ૨૩.૭૫ લાખ રોકડા સહિત કુલ ૨૪.૬૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Follow Me:

Related Posts