અમદાવાદમાં ગઠિયાએ મહિલાને લીંક મોકલી અને વિગતો ભરીને ૫ રૂપિયા ભરી ફોર્મ સબમિટ કરવા કહ્યું, બાદમાં યુવતીના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ૯૮ હજાર ઉપડી ગયાં
હાલ ઓનલાઇન વસ્તુઓ મંગાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો ગ્રોસરીથી લઇને મોટી મોટી વસ્તુઓ પણ હવે ઓનલાઇન મંગાવતા થયા છે. ત્યારે ઓનલાઇન સુરતથી ડ્રેસ મંગાવવો યુવતીને ભારે પડ્યો છે. ડ્રેસનું પાર્સલ ન આવતા યુવતીએ ગુગલ પર સર્ચ કરીને હેલ્પલાઇન નંબર પર ફોન કરતાં ગઠિયાએ લીંક મોકલી અને વિગતો ભરીને ૫ રૂપિયા ભરી ફોર્મ સબમિટ કરવા માટે કહ્યું. બાદમાં યુવતીના બેંક એકાઉન્ટમાંથી એક પછી એક એમ ચાર ટ્રાન્જેક્શનથી રૂપિયા ૯૮ હજાર ઉપડી ગયાં. અમદાવાદ શહેરમાં શાહપુરમાં રહેતી એક યુવતીએ ઓનલાઇન સુરતથી ડ્રેસ મંગાવ્યો હતો. જેનું પાર્સલ આવ્યું ના હોવાથી યુવતી એ ગુગલ પર બ્લુડાટનો હેલ્પ લાઇન નંબર સર્ચ કરીને તેના પર ફોન કર્યો હતો. જેમાં ફરિયાદીને યુવતીને જણાવ્યું હતું કે, તમારુ પાર્સલ અમારી પાસે આવી ગયેલ છે. પરંતુ તેના માટે ઓનલાઇન પાંચ રૂપિયા ભરવા પડશે. તેમ કહીને એક વોટ્સઅપ પર એક લીંક મોકલી આપી હતી.
જે લીંકમાં વિગત ભરીને ૫ રૂપિયા ભરી સબમીટ કરી આપવા જણાવ્યું હતું. જે લીંક પર ક્લીક કરીને યુવતીએ તેનું નામ, બેંકનું નામ અને રૂપીયા ભરવાની કોલમ માં ૫ રૂપીયા લખી યુ પી આઇ પીન નંબર નાંખી ને સબમીટ કરતાં તેના ખાતામાંથી બે કલાક પછી ૫ રૂપિયા કપાઇ ગયા હતાં. બાદમાં તેના મોબાઇલમાં પ્રથમ ૨૦ હજાર, બીજુ ૨૦ હજાર, ત્રીજુ ૫૦ હજાર અને ચોથુ ૮ હજાર એમ ચાર ટ્રાન્જેક્શન કરીને કુલ ૯૮ હજાર રૂપિયા ઉપડી ગયા હતાં. જે અંગેની યુવતીએ પોલીસને જાણ કરતાં પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઇમને લઇને લોકોમાં જાગૃતતા આવે તે માટે સાયબર ક્રાઇમ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યાં છે. છતાં લોકોની એક ભુલ તેમને નુકસાન પહોચાડે છે.
Recent Comments