પૂર્વ વિસ્તારમાં જાહેરમાં છેડતીના બનાવો વધતા મહિલાઓની સુરક્ષા જાેખમાઈ રહી છે, શાહીબાગમાં ગિરધરનગર ખાતે પડોશી યુવક મહિલાના ઘર પાસે લાકડાનો દંડો સંતાડતો હતો જેથી મહિલાએ અહિયાં કેમ દંડો સંતાડો છે કહેતા ઉશ્કેરાઇને મહિલાને ગાળો બોલીને કપડાં પકડીને છેડતી કરી હતી. મહિલાએ પતિને વાત કરતાં પતિ ઠપકો આપવા જતાં આરોપીએ મહિલાના પતિને ચાકુના ઘા માર્યા હતા. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે છેડતી સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગિરધરનગર ખાતે રહેતી ૩૨ વર્ષની મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના પતિ ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે ગઇકાલે પતિ નોકરી ગયા હતા અને મહિલા સંતાનો સાથે ઘરે હાજર હતી. જ્યાં બપોરે ત્રણ વાગે પડોશી યુવક મહિલાના ઘર પાસે લાકડાનૅો દડો સંતાડતો હતો જેથી મહિલાએ અંહિયા કેમ દંડો સંતાડો છે તેમ કહેતા આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને મહિલાને ગાળો બોલીને કપડાં પકડીને છેડતી કરી હતી. મહિલાએ ફોન કરીને પતિને વાત કરતાં પતિ ઘરે આવ્યો હતો અને આરોપી સોસાયટીના નાકે ઉભો હતો પતિએ જઇને કેમ મારી પત્ની સાથે તકરાર કરી હતી તેમ કહેતા આરોપી તેમના ઉપર ઉશ્કેરાઇ ગયો અને મહિલાના પતિને ચાકુના ઘા માર્યા મારી નાસી ગયો હતો. આ ઘટના અંગે શાહીબાગ પોલીસે છેડતી સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


















Recent Comments