અમદાવાદમાં મિત્રએ જ મિત્રની પત્નીને લગ્નની લાલચ આપી શારિરીક સંબંધ બાંધ્યા પતિ સાથે છૂટાછેડા કરાવ્યાં બાદ પણ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરતો હતો
નિકોલમાં રહેતી પરિણીતાને બ્લેકમેઇલ કરીને અને ધાક ધમકી આપીને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યોનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી યુવકે મિત્રની પત્નીને તેના પતિ અને બાળકને જાનથી મારી નાંખવાની ધમકી આપીને પરણિતા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. આ સમયે આરોપીએ યુવતીનો વિડીયો પણ બનાવી લીધો હતો. ત્યારબાદ નરાધમ યુવકે પરણિત યુવતીને બ્લેકમેઇલ કરીને અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ભોગ બનનાર યુવતીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત યુવકે લગ્નની લાલચ આપીને પરિણીતાને તેના પતિ સાથે છૂટાછેડા કરાવી દીધા હતા.
બાદમાં પણ યુવતીને અનેક વખત ઘરે બોલાવીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો અને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતો રહેતો હતો. અંતે યુવકે લગ્ન કરવાથી ઇનકાર કરી દીધો હતો. આખરે કંટાળેલી યુવતીએ આ મામલે આરોપી મૌલિક ચંદ્રકાંત મિસ્ત્રી નામના યુવક વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. મૂળ મધ્યપ્રદેશની યુવતી લગ્ન બાદ નિકોલમાં તેના પતિ અને બાળક સાથે રહેતી હતી. યુવતીના લગ્ન સમયે તેના પતિનો મિત્ર ફોટોગ્રાફી માટે આવ્યો હતો, ત્યારબાદ પતિનો મિત્ર અવારનવાર મિત્રના ઘરે આવતો જતો હતો. આ સમયે પરિણીતાની બહેન સાથે યુવકની આંખ મળી ગઈ હતી.
બીજી બાજુ મિત્રની પત્નીને પણ ખરાબ નજરે જાેતો રહેતો હતો. એક દિવસ યુવકે મિત્રની પત્નીને પોતાના ઘરે કોઈ કામના બહાને બોલાવી અને બાદમાં અન્ય રૂમમાં લઈને જઈને બળજબરી કરતો વિડીયો બનાવીને પરણીતાને બ્લેકમેઇલ કરીને અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. જ્યારે પણ યુવતી વિરોધ કરતી ત્યારે યુવક વિડીયો બતાવીને બ્લેકમેઈલ કરતો અને તેના પતિ અને બાળકને જાનથી મારી નાંખવાની ધમકી આપતો રહેતો હતો. બાદમાં યુવકે પરણિત યુવતી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકીને તેના પતિ સાથે છૂટાછેડા પણ લેવડાવી દીધા હતા. ત્યારબાદ યુવકે અનેક વખત યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને અંતે લગ્ન કરાવાથી ઇનકાર કરી દીધો હતો. જેથી કંટાળેલી યુવતીએ તેના પતિ સાથે સમાધાન કરાર કરીને સમગ્ર હકીકત જણાવી દીધી હતી. આખરે યુવતીએ આ મામલે નિકોલ પોલીસ મથકે મૌલિક ચંદ્રકાંત મિસ્ત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધીને આરોપી યુવકની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે.
Recent Comments