fbpx
ગુજરાત

અમદાવાદમાં મિની લોકડાઉનમાં છૂટછાટ અપાતા જ ટ્રાફિકજામ સર્જાયો

અમદાવાદ મિની લોકડાઉનમાં આંશિક છૂટછાટ અપાયા બાદ આજે શહેરના મોટાભાગના તમામ બજારોમાં દુકાનો ખુલી હતી. બપોરના ત્રણ વાગ્યા આસપાસ છૂટછાટની આ મર્યાદા પૂર્ણ થતા રસ્તા પર લોકોની ભીડ જાેવા મળી હતી. કાલુપુરથી આસ્ટોડિયા જતા રસ્તા સહિત અનેક વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘણા સમય પછી રસ્તા પર ભારે ભીડના દ્રશ્યો સામે આવ્યા છે.
સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે વધી રહેલા સંક્રમણ સંદર્ભે સરકાર દ્વારા રાત્રી કફ્ર્યુ તથા દિવસ દરમિયાન મોટાભાગની દુકાનો બંધ રાખવાનું ર્નિણય કરવામાં આવ્યો હતો. જેના લીધે ઘણા સમયથી બજારો અને નાની-મોટી દુકાનો બંધ હતી. મિની લોકડાઉન સંદર્ભે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગઈકાલે આંશિક રાહત આપી હતી અને સવાર ૯ઃ૦૦ થી સાંજના ૩ વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવા માટે સુચના આપી હતી.
આજે બપોરે ત્રણ વાગે જ્યારે દુકાનો બંધ કરવાનો સમય થયો, ત્યારે શહેરના રસ્તા પર ભારે ભીડ જાેવા મળી હતી. મોટી સંખ્યામાં વાહનો ટ્રાફિક જામમાં ફસાયા હતા. પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ગુજરાતમાં કોરોનાની બીજી વેવ બાદ પહેલીવાર આ પ્રકારે રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળ્યા રહ્યા છે.

Follow Me:

Related Posts