હાલ સોશિયલ મીડિયામાં ગાડીના કાફલા સાથે કેટલા લોકો ફરી રહ્યા હોય એવો વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક કારની પાછળ બીજી કારો જાેડાતી જાય છે અને કેટલાક લોકો પોતાના રૂપિયાનો રૂઆબ બતાવવા માટે આ લોકો એક પછી એક કારના કાફલા સાથે જાેડાયા હતા, જેમાં કેટલીક જગ્યાનાં વીડિયો અને દૃશ્ય દેખાય છે. અમદાવાદનો આ વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ દ્વારા આ વાહનચાલકો અને નબીરાઓને શોધવાની કવાયત હાથ ધરી હતી,
જેમાં આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજાને પણ પકડવા માંટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે ગાડીઓનો કાફલો લઈને નીકળેલા બેફામ નબીરાઓ સામે તપાસ ચાલી રહી હતી, જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરીને બીજા આરોપીઓની ધરપકડ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.
આરોપીઓએ પોતાનું સ્ટેટસ બતાવવા અને વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકવા માટે આ પ્રકારે તાયફો કર્યો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગરના ‘આઈકોનિક રોડ’ પર ૨૦થી વધુ નબીરાઓ ૧૦થી વધુ ફોર્ય્યુનર, સ્કોર્પિયો, બીએમડબ્લ્યુ જેવી લકઝુરિયસ કારના કાફલા સાથે પૂરઝડપે કાર ચલાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયોને જાેતાં પહેલી નજરે તો કોઈ મંત્રીનો કાફલો જ લાગે, પણ હકીકતમાં આ કાફલો નબીરાઓનો હતો. પાટનગરના રસ્તાઓ પર ધોળે દિવસે જ કાયદાના ધજાગરા ઉડાવી બનાવેલી રીલ્સ વાઈરલ થતાં જ પોલીસ દોડતી થઈ હતી અને ગાડીના નંબરના આધારે નબીરાઓની શોધખોળ શરૂ કરી દીધી હતી.
Recent Comments