fbpx
ગુજરાત

અમદાવાદમાં મૃત્યુ પામેલા પુત્રના પિતાને ચુકવણી કરવાનો વીમા કંપનીને કોર્ટનો આદેશ

ઇસનપુરમાં વર્ષ ૨૦૧૯માં બાઇક પર જઇ રહેલા યુવકને કોર્પોરેશનના ડમ્પર ચાલકે અડફેટે લેતા માથું ફાટી જવાથી મોત નીપજ્યું હતું. જે કેસમાં લોક અદાલતના માધ્યમથી વીમા કંપની મૃતક ૨૭ વર્ષીય યુવકના ૬૨ વર્ષીય પિતાને રૂ.૪૦ લાખ ચુકવવા સહમત થયું છે. આ રકમ ૩ મહિનામાં ચૂકવી આપવામાં આવશે. સિનિયર એડવોકેટ હરેન્દ્ર સેજપાલ જણાવ્યું હતું કે, ૬૨ વર્ષીય સિનિયર સિટીઝન મુરલીધરના ૨૭ વર્ષીય પુત્ર હિતેશે બી.કોમ, એલ.એલ.બી અને કંપની સેક્રેટરીનો કોર્સ કર્યો હતો. અને ખાનગી કંપનીમાં રૂ.૪૦ હજારથી વધુના પગાર મેળવી નોકરી કરતો હતો. ૧૮ માર્ચ ૨૦૧૯ના સવારે હિતેશ પોતાના ઘરેથી બાઇક લઇને ઇસનપુર ચાર રસ્તાથી ઘોડાસર ચાર રસ્તા તરફ જવાના સર્વિસ રોડ ઉપરથી જતો હતો.

તે વખતે કોર્પોરેશનના ડમ્પરના ચાલકે હિતેશના બાઇકને ટક્કર મારી હતી. જેમાં પૈડાં નીચે હિતેશનું માથું કચડાઇ જતાં તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. આ બનાવ અંગે જે. ડિવિઝનના ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીએ ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં મૃતકના પિતા તરફથી રૂ.૮૦ લાખના વળતર અંગે કેસ પણ કર્યો હતો. આ કેસ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કોર્ટમાં ચાલવા પર આવતા કોર્ટના જજે મૃતકના પિતા અને વીમા કંપનીને કેસનું સમાધાન કરી યોગ્ય વળતર આપવા માટે ભલામણ કરી હતી. આથી મૃતકના પિતા મુરલીધર અને વીમા કંપની રૂ.૪૦ લાખમાં સહમત થતા કોર્ટે ૩ મહિનામાં મૃતકના પિતાને રૂ.૪૦ લાખ વળતર પેટે ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો હતો.

આ કેસની કાનૂની કાર્યવાહી દરમિયાન ફરિયાદીના એડવોકેટે દલીલો કરી હતી કે, એકનો એક પુત્ર હતો. ખાનગી કંપનીમાં માસિક રૂ.૩૫ હજાર પગારથી નોકરી કરતો હતો. તેના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતાં. જાે આ અકસ્માત ના થયો હોત તો તે મહિને રૂ.૭૦ હજારથી વધુ પગાર ભવિષ્યમાં કમાવી શકત. વૃદ્ધાવવસ્થામાં એકનો એક દીકરો વાહન અકસ્માતમાં ગુમાવ્યો છે. આથી તેમના જીવનનિર્વાહ માટે કોઈ સાધન નથી. અને તેમની ૪ દીકરીઓ પરણાવેલી હોઇ તેઓ તેમની સાસરીમાં છે. આથી તેમના જીવનનિર્વાહ માટે યોગ્ય વળતર આપવું જાેઇએ.

Follow Me:

Related Posts