અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવામાં કરાયો વધારો, નવો ટાઈમ – ફ્રિકવન્સીની માહિતી જાણો..
અમદાવાદીઓ માટે ખુબ જ આનંદના સમાચાર છે. અમદાવાદમાં ચાલતી મેટ્રો ટ્રેન સેવાને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પેસેન્જરનો ઘસારો જાેતા તંત્ર દ્વારા મેટ્રો ટ્રેનની સેવામાં વધારો કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા મેટ્રો રેલના સમય અને ફ્રિકવન્સીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી મેટ્રો ટ્રેન સવારે ૯ વાગ્યાથી શરુ થતી હતી. જાે કે હવે મેટ્રો ટ્રેન સવારે ૭ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલશે. આ ર્નિણયથી અમદાવાદ અને આસપાસથી આવતા વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધાચાલકોને અમદાવાદના એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે ખૂબ જ સરળતા રહેશે. મેટ્રો ટ્રેન શરૂ થયાના થોડા સમયમાં જ આ સેવામાં વધારો કરવા લોક માંગ ઉઠી રહી. ખાસ કરીને અમદાવાદમાં રહેતાં વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધાવાળા લોકોએ મેટ્રોની ફ્રિકવન્સી અને ટાઈમમાં વધારો કરવા માટે રજૂઆત કરી હતી.
આખરે તંત્રએ આ રજૂઆતને ધ્યાને લઈને આ ર્નિણય લેવાયો છે. ઉલ્લેખની છેકે, ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ પીએમ મોદીએ થલતેજ અને વસ્ત્રાલ વચ્ચે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૧નું ઉદ્ઘાટન કર્યું હતું. જે પછી મેટ્રો રેલમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં સતત વધારો થતો જઇ રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધા પર જનારા લોકો માટે મેટ્રો ટ્રેન ખૂબ જ સુવિધાજનક છે. ત્યારે વિદ્યાર્થીઓ અને નોકરીયાતોએ ગુજરાત મેટ્રો રેલ કંપનીને મેટ્રો ટ્રેનનો સમયગાળો અને ફ્રીકવન્સી વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી. એટલેકે, ૧૫ મિનિટને બદલે હવે દર ૧૦ થી ૧૨ મિનિટમાં મુસાફરોને નવી મેટ્રો રેલ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
Recent Comments