fbpx
ગુજરાત

અમદાવાદમાં મો મીઠું કરાવવા લીધેલી કાજુ કતરીમાંથી મરેલ માખી નીકળીગ્રાહકે છસ્ઝ્ર કંટ્રોલમાં મિઠાઈમાં માખી નિકળવા અંગે ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં કાજુ કતરીમાંથી મરેલી માખી નીકળ્યાની ઘટના સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહી છે. નવું વાહન લાવ્યાની ખુશીમાં લોકોને મોં મીઠું કરાવવા માટે મિઠાઈ લઈ આવનાર રામોલ ખાનવાડીના હમીદ મંસુરીને કડવો અનુભવ થયો છે. પરિવારના કેટલાક સભ્યોએ કાજુ કતરી આરોગી લીધા બાદ જોતા બાકીની કાજુ કતરીમાંથી એક કાજુ કતરીના પીસમાં માખી જોવા મળી હતી. ઝ્ર્‌સ્ રામોલ માર્ગ પર આવેલી ગોપાલ ડેરીમાંથી આ મીઠાઈ ખરીદવામાં આવી હતી. આ ઘટનામાં જ્યારે ગ્રાહકે ડેરીને ફરિયાદ કરી તો તેમણે મિઠાઈ બદલી આપવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ ગ્રાહકે છસ્ઝ્ર કંટ્રોલમાં મિઠાઈમાં માખી નિકળવા અંગે ફરિયાદ કરાઈ હતી.

આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો શહેરમાં ખોરાકમાં કે મિઠાઈમાં જીવાત નીકળવાનો સિલસિલો દરરોજનો બની ગયો છે. ઝ્ર્‌સ્ રામોલ માર્ગ પર આવેલ ગોપાલ ડેરીમાં રામોલ ખાનવાડીના હમીદ મન્સુરીએ નવી ઈલેક્ટ્રીક વ્હીકલ લાવતા લોકોને મો મીઠું કરાવવા લીધેલી કાજુ કતરીમાંથી મરેલ માખી નીકળવાની ઘટના બની છે. ગતરોજ રાતે ઘરે કાજુ કતરી પરિવારના સભ્યોઓ બોકસ ખોલીને સાતેક સભ્યોઓને ખવડાવી હતી અને બીજી કાજુ કતરી હાથમાં લેતા તેમાં મરેલ માખી ચોટેલી જોવા મળી હતી, આ બોકસ લઈને હમીદ મંસુરી ગોપાલ ડેરીમાં આજે સવારે અગિયાર વાગ્યે તે બોક્ષ સાથે ગોપાલ ડેરીમાં બતાવવા લઈ ગયેલ અને હાજર સંચાલકને આ વિશે ફરિયાદ કરતા તેમણે મીઠાઈ બદલીને રુપિયા પરત આપવાની તૈયારી દર્શાવી હતી. જોકે અસ્વચ્છ વાતાવરણમાં આ મિઠાઈ કે ફરસાણ બનાવાતું હોવાની દહેશતને લઈને છસ્ઝ્ર કંટ્રોલમાં આ અંગેની ફરિયાદ કરીને પગલા ભરવા જણાવવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts