અમદાવાદમાં અસમાજિક તત્વોના આતંક વધતો હોવાનું સામે આવ્યું છે. અસાજિક તત્વોને કારણે અમદાવાદ શહેરની શાંતિ કારણે ખોરવાતા શહેરીજનોમાં ડર જાેવા મળી રહ્યો છે અને ભયના ઓથાર હેઠળ હોય તેવું લાગી રહ્યું છે. ગઈ કાલે ગોમતીપુરમાં અસમાજિક તત્વોએ યુવકનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો હતો.
ગોમતીપુરના યુવકનું ગળા પર કટાર મુકીને તેનું અપહરણ કરવામાં બાદમાં તેને અવાવરું જગ્યામાં લઈ જઈને ઢોર માર મારવામાં આવ્યો. યુવકને એટલી હદે માર માર્યો કે યુવકનો હાથ પગ પણ તોડી નાખવામાં આવ્યા અને એટલું જ નહીં યુવકની એક આંકળી પણ કાપી નાંખી યુવકને અધમુવો કરી તેને મરવા માટે છોડી દીધો.
જાેકે બાદમાં જેમ તેમ કરીને યુવક સલામત રીતે ઘરે પહોંચ્યો જેને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હાલ તો સમગ્ર મામલો યુવકે પાંચ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પરતું હજું સુધ કોઈ પણ વ્યક્તિની અટકાયત અને ધરપકડ કરવામાં આવી નથી જેને લઈ પોલીસને કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.
શહેરમાં બનેલી આ અમાનવીય ઘટના બાદ હાલ શહેરીજનોમાં ખોફ અને ભય જાેવા મળી રહ્યો છે શહેરમાં બનેલી આ ઘટનાને પગલે સૌ કોઈમાં આવા અસમાજિક તત્વો પ્રત્યે રોષ જાેવા મળી રહ્યો છે.
Recent Comments