ગુજરાત

અમદાવાદમાં યુવતીએ દગાબાજ પ્રેમી વિરૂધ્ધ નરોડા પોલીસમાં ફરિયાદ નોંધાવીલગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ અને યુવતીને તરછોડી દીધી હતી

અમદાવાદમાં ફરી એક યુવતીને પ્રેમમાં દગો મળ્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રેમીએ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ અને યુવતીને તરછોડી દીધી. યુવતીએ દગાબાજ પ્રેમી વિરૂધ્ધ નરોડા પોલીસ સ્ટેશમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જાેકે ગણતરીના ક્લાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસની કસ્ટડીમાં રહેલો આરોપી જય પટેલ જે નરોડા ખાતે રહે છે.

જય પટેલે બે વર્ષ પહેલાં નરોડાની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીને લગ્નની લાલચ આપી જુદી જુદી હોટલમાં લઈ જઈને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ આ યુવક બે વર્ષ બાદ યુવતીને લગ્નનો ઇન્કાર કરીને તરછોડીને જતો રહયો. દગાબાજ પ્રેમની કરતુત અને વર્તનથી કંટાળીને ભોગ બનનાર યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી. સમગ્ર ગુનાની વિગતવાર વાત કરીએ તો ભોગ બનનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરવા જતી હતી તે દરમિયાન આરોપી જય વારંવાર કોલેજની બહાર ઉભો રહીને યુવતીને પ્રેમ સબંધ રાખવા માટે પ્રપોઝ કરતો હતો. યુવતીએ પ્રેમ સંબંધ બાંધવામાં સંમતિ બતાવ્યા બાદ બંને એકબીજાને મળતા હતા,

પરંતુ આ હેવાન પ્રેમીનો ઇરાદો કંઈક અલગ જ હતો અને થોડોક સમય વીત્યા બાદ યુવતી પાસે શારીરિક સંબંધ બાંધવા માટેની માંગણીઓ કરી હતી. યુવતીએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા આરોપીએ બહાર ફરવા જવાના બહાને બાઈક પર બેસાડીને હોટલના એક રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આ આચર્યું હતું.આરોપીએ હદ તો ત્યાં વટાવી કે પોતાનું સ્વાર્થ પૂરો થઈ ગયા પછી યુવતીને લગ્ન કરવાની ના પાડી અને જાે તું કોઈને કહીશ તો તને અને તારા પરિવારની જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જાેકે હાલ તો નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરી કઈ કઈ જગ્યા પર લઈ જઈને દુષ્કર્મ હતું તેને લઈને તપાસ તેજ કરી છે. તેટલું જ નહીં અન્ય કોઈ યુવતી સાથે આ પ્રકારનું કૃત્ય આચર્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

Related Posts