fbpx
ગુજરાત

અમદાવાદમાં રાત્રિ કફ્ર્યુંમાં યુવકો બન્યા રાતના રાજા, બેરિકેટિંગ આગળ કર્યો ડાન્સ

ગુજરાતમાં સતત વધતા જતા સંક્રમણ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. ત્યારે તંત્ર દ્વારા નિયમોમાં મદહઅંશે છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ રાત્રિ કફ્ર્યું યથાવત છે. પરંતુ છુટછાટ મળતાં લોકો ભૂલી ગયા છે કે સંક્રમણ ઓછું થયું છે કોરોના ગયો નથી. ત્યારે અવાર-નવાર નિયમો ધજાગરા ઉડાવતાં હોવાના વીડિયો વાયરલ થાય છે. ત્યારે તાજેતરમાં જ વધુ એક આવો જ વિડીયો વાયરલ થયો છે.
અમદાવાદના પૂર્વ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં ૫ જેટલા યુવકો બેરિકેટિંગ આગળ ડાન્સ કરતાં જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જાેઇ શકાય છે કે વીડિયો મોડી રાત્રિનો છે, રાત્રિ કફ્ર્યુંમાં સરેઆમ ઉલ્લંઘન કરી આ યુવકોને ડાન્સ કરી રહ્યા છે આ યુવકોને કાયદાનો ડર લાગી રહ્યો નથી.

બેરિકેટિંગ આગળ ડાન્સ કરી રહેલા આ યુવકો કોણ છે? તથા આ વીડિયો ક્યાંનો છે જે અંગે હજુ સુધી કોઇ જાણકારી પ્રાપ્ત થઇ રહી નથી. પરંતુ કાયદાના ડર વિના બિંદાસ નાચતા આ લોકો વિરૂદ્ધ ક્યારે કાર્યવાહી હાથ ધરાશે? આ લોકોને ક્યારે સજા થશે એવો પ્રશ્ન લોકમુખે ચર્ચાઇ રહ્યો છે.

Follow Me:

Related Posts