fbpx
ગુજરાત

અમદાવાદમાં રામોલમાં નવા મકામાં સર સામાન સિફ્ટ કર્યોને બીજા દિવસે રૃા. ૫.૫૭ લાખની ચોરી થઇ

રામોલમાં નવા મકામાં સર સામાન સિફ્ટ કર્યો હતો અને બીજા દિવસે મકાનમાં તાળા તોડયા વગર રોકડા રૃા. ૧૨,૦૦૦ અને દાગીના સહિત કુલ રૃા. ૫.૫૭ લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી પોલીસ તપાસમાં મકાન માલિક ઘરને બંધ કરીને સાસરીમાં ગયા હતા. બીજા દિવસે સવારે નવા મકાનમાં રહેવા માટે આવ્યા ત્યારે બન્ને કબાટોના દરવાજા ખુલ્લા હતા અને સોના ચાંદીના દાગીના, રોકડ રકમની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૃ કરી છે.

રામોલ રીંગરોડ નજીક આવેલી સોસાસયટીમાં રહેતા અને ગાંધીનગરમાં આવેલી ઈન્સ્યોરસ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓએ થોડા દિવસ અગાઉ ઉપરોક્ત નવું મકાન લીધું હતું, ગયા સોમવારે નવા મકાનનું મૂહર્ત કરીને સમાન ગોઠવીને રામોલમાં તેમની સાસરીમાં પરિવાર સાથે ગયા હતા. બીજા દિવસે સવારે દંપતિ નવા મકાન ઉપર આવ્યા ત્યારે ઉપરના માળમાં રહેલા બન્ને કબાટોના દરવાજા ખુલ્લા હતા અને સર સામાન વેરવિખેર હાલતમાં પડયો હતો જ્યારે કબાટમાં મુકેલા રૃા. ૫.૪૫ લાખના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૃપિયા ૧૨ હજાર મળી આવ્યા ન હતા.

Follow Me:

Related Posts