ગુજરાત

અમદાવાદમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં વધારો થયો

અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો (ઈॅૈઙ્ઘીદ્બૈષ્ઠ) વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. પાછલા મહિનાની સરખામણીમાં નોંધપાત્ર કેસ વધ્યા છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં પણ વધારો થયો છે. શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કહેર જાેવા મળી રહ્યો છે. ચાલુ માસ દરમિયાન રોગચાળાના આંકડા જાેઈએ તો છેલ્લા ૨૦ દિવસમાં ડેન્ગ્યુના ૫૬૬, મલેરિયાના ૧૩૭, ચિકનગુનિયા ૯ કેસ નોંધાયા છે. ઝાડા ઉલ્ટીના ૩૩૫ કેસ, ટાઈફોઈડના ૩૪૮, કમળા ૧૬૨ અને કોલેરાના ૬ કેસ નોંધાયા છે.

Related Posts