fbpx
ગુજરાત

અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો ૨ ડિગ્રી જેટલો ગગડતાં લોકો ધ્રુજ્યા

અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી શિયાળાની ઠંડીનું જાેર વધ્યું છે. વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાતા ભર બપોરે પણ લોકોએ ગરમ વસ્ત્રો પહેરવા પડ્યા હતા. ગુરુવારે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ૨ ડિગ્રી જેટલો ગગડતાં શહેરીજનો ધ્રુજી ઉઠ્યા હતા. બુધવારથી શહેરમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૪.૧ ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન ૨૫.૬ ડિગ્રી નોંધાયું હતું જે નોર્મલ તાપમાન કરતા ૪ ડિગ્રી વધુ નોંધાયું હતું. ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ૮.૫ ડિગ્રી સાથે નલિયામાં પડતા ઠંઠુંગાર થઈ ગયું છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં અઢી ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં ૧૪.૧ ડિગ્રી તાપમાન, ભૂજમાં ૧૧.૨, ડીસામાં ૧૧.૨ ડિગ્રી, રાજકોટમાં ૧૧.૪, ગાંધીનગરમાં ૧૧.૫ ડિગ્રી, કેશોદમાં ૧૨.૨, કંડલામાં ૧૨ ડિગ્રી, અમરેલીમાં ૧૨.૮, વલસાડમાં ૧૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
છેલ્લા બે દિવસથી જે પ્રકારે ઠંડીનું જાેર વધી રહ્યું છે તેમાં મહત્તમ તાપમાનની મુખ્ય ભુમિકા છે. કારણ કે, દિવસ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો નીચે નોંધાતાં ઠંડીની અસર વધુ જાેવા મળે છે. જેથી દિવસે અને રાત્રે લોકોએ ગરમ કપડા પહેરવા પડે છે. બીજી તરફ રાજ્યમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનની અસર શરૂ થતાં રાજ્યના મોટાભાગના શહેરોના લઘુત્તમ તાપમાનનો ઘટાડો થયો છે. ઉત્તર ભારતની વાત કરીએ તો કાશ્મીર અને હિમાલય પ્રદેશમાં હિમવર્ષા વધતા હવે તેની અસર ગુજરાતમાં પણ વર્તાવા લાગી છે જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે તેવી હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. ગુરુવારે રાજ્યના કુલ ૧૨ શહેરો ડીસા, ગાંધીનગર, વીવી નગર, વલસાડ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરસ, કેશોદ, ભુજ, કંડલા એરપોર્ટ અને નલિયાનું લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી કરતાં નીચે નોંધાયું હતું.
બીજી બાજુ માઉન્ટ આબુ માયનસ ૨ ડિગ્રીએ થીજ્યું છે. આબુનું જાણીતું નખી લેકમાં પાણી પણ બરફ થઈને થીજી ગયું છે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડતા ધુમ્મસભર્યું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. એટલું જ નહીં આબુમાં ખુલ્લા મેદાનમાં બરફની ચાદર છવાઈ છે. માઉન્ટ આબુમા આજે તાપમાન માયનસ ૨ ડિગ્રી નોંધાયું છે. વહેલી સવારે તાપમાનમા ભારે ઘટાડો જાેવા મળ્યો છે. રાજસ્થાનનુ સૌથી ઠંડું પ્રદેશ આબુ રહ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. આબુમાં લોકોની કારની છત પર બરફના થર જામ્યા છે. દુકાનદારો દ્વારા લાકડા સળગાવી ગરમી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારે ઠંડીથી આબુમા લોકો તાપણી કરી રહ્યા છે.

Follow Me:

Related Posts