fbpx
ગુજરાત

અમદાવાદમાં લોકોને સીધાદોર કરવા માટે વધુ એક જગ્યાએ ટાયર કિલર બમ્પ લગાવાયા

અમદાવાદ શહેરમાં વધુ એક જગ્યાએ ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. ચાણક્યપુરી બ્રિજના એક છેડે લગાવવામાં આવેલા ટાયર કિલર બમ્પનું સારું પરિણામ મળ્યા બાદ હવે આ બ્રિજના બીજા છેડે પણ ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકોને સીધાદોર કરવા માટે ટાયર કિલર બમ્પ લગાવાયા છે. છતાં પણ કેટલાક વાહનચાલકો હજુ પણ રોંગ સાઈડમાં વાહનો ચલાવી રહ્યા છે. બ્રિજ નીચે ટાયર કિલર બમ્પ લગાવ્યા હોવા છતાં પણ લોકો ટાયર કિલર બમ્પ ઉપરથી વાહન હંકારી રહ્યા છે. તેઓને જાણે આ ટાયર કિલર બમ્પથી કોઈ ફરક જ ન પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અકસ્માત ટાળવા અમદાવાદ પોલીસ ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહી છે, તો બીજી બાજુ શહેરમાં ટાયર કિલર બમ્પ લગાવાયા છે.

ત્યારે કેટલાક વાહનચાલકો રોંગસાઈડમાં વાહન ચલાવતા જાેવા મળ્યા હતા. તો કેટલાક વાહનચાલકો આ ટાયરકિલર બમ્પને જાેઈને યુ-ટર્ન મારતા પણ જાેવા મળ્યા હતા. જાેખમ હોવા છતાં પણ વાહનચાલકો રોંગસાઈડમાં ટાયર કિલર બમ્પ પરથી સહેજ પણ ડર્યા વગર વાહન પસાર કરતા જાેવા મળ્યા હતા. અકસ્માત ટાળવા અમદાવાદ પોલીસ ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહી છે, તો બીજી બાજુ શહેરમાં ટાયર કિલર બમ્પ લગાવાયા છે. ત્યારે કેટલાક વાહનચાલકો રોંગસાઈડમાં વાહન ચલાવતા જાેવા મળ્યા હતા. તો કેટલાક વાહનચાલકો આ ટાયરકિલર બમ્પને જાેઈને યુ-ટર્ન મારતા પણ જાેવા મળ્યા હતા. જાેખમ હોવા છતાં પણ વાહનચાલકો રોંગસાઈડમાં ટાયર કિલર બમ્પ પરથી સહેજ પણ ડર્યા વગર વાહન પસાર કરતા જાેવા મળ્યા હતા.

Follow Me:

Related Posts