અમદાવાદમાં લોકો ટેક્સના પ્રશ્નોને લઈ એએમસીની ઓફિસ પર પહોંચ્યા

અમદાવાદના નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ બિલમાં કોઈ સુધારા-વધારા અથવા તો નામમાં ફેરફાર કરવા માટે એએમસીના ટેક્સ વિભાગ દ્વારા ૪ માર્ચથી શહેરની તમામ ઝોનલ ઓફિસ ખાતે ટેક્સ સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. લોકો પોતાના ટેક્સના પ્રશ્નોને લઈને ઝોનલ ઓફિસ પર પહોંચી ગયાં હતાં. વોર્ડ પ્રમાણે અલગ અલગ ટેબલ રાખવામાં આવ્યાં હતાં.
પ્રોપર્ટી ટેક્સના બિલમાં નામમાં ભૂલ, સ્પેલિંગમાં ભૂલ, નામ ઉમેરવું કે બદલવું જેવા અનેક સુધારા વધારા સામે આવતા હોય છે. નાગરિકોને આવા સુધારા વધારા માટે ધક્કા ખાવા ન પડે તેના માટે આજે તમામ સાતેય ઝોનમાં આવેલી ઝોનલ ઓફિસમાં ટેક્સ વિભાગમાં પ્રોપર્ટી ટેક્સ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનની વોર્ડ ઓફિસ ખાતે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા અને તમામ પશ્ચિમ ઝોનના કાઉન્સિલરોએ કાર્યક્રમની મુલાકાત લીધી હતી. જે અરજદારનો પ્રશ્ન હોય તેને સ્થળ પર જ નિકાલ કરવામાં આવે છે અને સ્થળ તપાસની જરૂર હોય એમ વધુમાં વધુ બે દિવસમાં તેનો નિકાલ કરવા જણાવ્યું છે.
તમામ ઝોનલ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અડધા કલાકમાં ૧૦થી વધુ અરજીઓનો નિકાલ થયો છે.ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનની વોર્ડ ઓફિસ ખાતે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલ, ડેપ્યુટી ચેરમેન પ્રદિપ દવે અને પશ્ચિમ ઝોનના તમામ કાઉન્સિલરોએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી.
Recent Comments