અમદાવાદમાં વધુ એક મહિલા શારીરિક અને માનસિક ઘરેલું હિંસાનો ભોગ બની, પરિણીતાએ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદ શહેરમાં વધુ એક મહિલા શારીરિક અને માનસિક ઘરેલું હિંસાનો ભોગ બની છે. પતિ દારૂ પીવાની ટેવ વાળો હોવાથી પરિણીતા જાતીય સંબંધ બાબતે ના પાડે તો તેની સાથે મારઝુડ કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેમજ મહિલાનો પતિ તેને પકડીને માથુ દિવાલ સાથે ભટકાવતો હતો. એટલું જ નહીં પરિણીતાએ તેના પતિને પુછ્યા વગર શાક બનાવતા તે એકદમ જ ઉશ્કેરાઇ ગયો હતો. અને પરિણીતાને પકડીને ૧૦ થી ૧૨ વખત માથું દિવાલ પર ભટકાવ્યું હતું. અને તેનો પતિ તેના પર ચારિત્ર્યહીન છે તેવા ખોટા આક્ષેપો કરી ઝઘડા કરતો હતો. અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે લગ્નના ત્રણ માસ સુધી તેના પતિએ તેને સારી રીતે રાખી હતી. ત્યારબાદ ઘરકામ બાબાતે નાની-નાની વાતોમાં તેનો પતિ અને સાસુ ખરાબ ગાળો બોલતા હતા. જ્યારે તેનો પતિ દારૂ પીવાની ટેવ વાળો હોવાથી પરિણીતા જાતિય સંબંધ બાબતે ના પાડે તો તેની સાથે મારઝુડ કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.
તેમજ તેનો પતિ તેને પકડીને માથુ દિવાલ સાથે ભટકાવતો હતો. તેના સાસુ સસરા કહેતા હતા કે વહુને પહેલાથી કાબુમાં રખાય. તેની નણંદ પણ પતિનું ઉપરાણું લઇ મેણા ટોણા મારતી હતી. દર શનિવાર અને રવિવારે તેઓ પરિવાર સાથે ખેતીકામ કરવા માટે વતન જતાં હતાં. જાે કે એક દિવસ સાંજના સમયે પરિણીતાએ તેના પતિને પુછ્યા વગર શાક બનાવતા તે એકદમ જ ઉશ્કેરાઇ ગયો હતો. અને પરિણીતાને પકડીને ૧૦ થી ૧૨ વખત માથું દિવાલ પર ભટકાવ્યું હતું. જેથી પરિણીતાને માથાનો દુખાવો થતાં ૧૮૧ બોલાવવાની વાત કરતા તેને નજીકના ખાનગી દવાખાને લઇ ગયા હતાં. જ્યારે તેનો પતિ મહિલા પર ચારિત્ર્યહીન છે તેવા ખોટા આક્ષેપો કરી ઝઘડા કરતાં હતાં. અને ધમકી આપતા હતાં કે તું પોલીસ કેસ કરીશ તો જાનથી મારી નાંખીશું. પરિણીતાના પતિએ તેના પિતાને ફોન કરીને તેને લઇ જાવ નહી તો ઘરમાંથી કાઢી મુકીશ, તેવું કહેતા પરિણીતા રિસાઇને પિયર આવી ગઇ હતી. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Recent Comments