ગુજરાત

અમદાવાદમાં વધુ ત્રણ રૂટ પર ડબલ ડેકર લાલ બસ દોડશે

અમદાવાદીઓની સુવિધામાં નવું નજરાણું તો ઉમેરાયું છે. અમદાવાદના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડી રહી છે, ત્યારે મુસાફરોનો પ્રતિભાવ જાેઈને તંત્રએ અમદાવાદમાં વધુ ત્રણ રૂટ પર ડબલ ડેકર બસ દોડાવવાનો ર્નિણય કર્યો છે. છસ્‌જી લાલ દરવાજાથી બોપલ સહિતના રૂટ પર હવે ડબલ ડેકર બસ દોડાવશે. આ સાથે જ શહેરમાં કુલ સાત રૂટ પર બે માળની બસ દોડશે. છસ્‌જી દ્વારા શહેરમાં વધુ ૩ રૂટ પર ડબલડેકર બસ શરૂ કરવાનો ર્નિણય લેવાયો છે. ત્યારે તમારા મનમાં સવાલ થશે કે કયા ૩ રૂટ પર આ બસ દોડશે? તમને જણાવી દઈએ કે હયાત ચાર રૂટ ઉપરાંત લાલ દરવાજાથી બોપલ, ઈસનપુરથી રાણીપ અને વસ્ત્રાલથી લાલ દરવાજા એમ વધુ ૩ રૂટ પર ડબલડેકર બસ દોડશે.

છસ્‌જી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ તમામ ૭ ડબલડેકર બસને કાર્યરત કરી દેવાઈ છે. છસ્ઝ્ર દ્વારા ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે. ૩૪ વર્ષ પહેલા બંધ કરી દેવામાં આવેલી ડબલ ડેકર બસમાં ૬૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. મહત્વનું છે કે, આજથી ૭ જેટલી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડશે. ફતેહનગર, પાલડી, વા.સા.હોસ્પિટલ, સન્યાસ આશ્રમ, નટરાજ સિનેમા, ઇન્કમટેક્ષ ઓફિસ, ઉસ્માનપુરા, વાડજ ટર્મિનસ, સુભાષબ્રીજ સર્કલ (આર.ટી.ઓ), પાવરહાઉસ, ચિંતામણી સોસાયટી, ઓ.એન.જી.સી.ઓફિસ, પાર્શ્વનાથનગર, (વાડજ થી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાથી હાલ પુરતું વાસણા થી વાડજ – કુલ ૭.૧૬ કિલોમીટરનો રુટ પર લાલ બસ દોડશે. ડબલ ડેકર એસી બસની વિશેષતા વિષે જણાવીએ, જેમાં યુએસબી ચાર્જ, વાઈફાઈ, રિડીંગ લાઇટ અને કમ્ફર્ટ સીટ, ૬૩ પ્લસ ડ્રાઇવરની કેપીસીટી, ચાર્જ થયા બાદ ૨૫૦ કિમી ચાલશે, દરરોજનું સંચાલન ૨૦૦ કિમી કરાશે, ચાર્જ સમય દોઢ કલાક થી ૩ કલાક લાગશે, ૯૦૦ એમ એમ ફલોર હાઇટ, ૪૭૫૦ એમએમ હાઇટ, ૯૮૦૦ એમએમ લંબાઇ અને ૨૬૦૦એમએમ પહોળાઇ ધરાવે છે.

Related Posts