અમદાવાદમાં વસતા ૧૦૮ પાકિસ્તાની લઘુમતીઓ ને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયું
આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં વસતા ૧૦૮ પાકિસ્તાની લઘુમતીઓ ને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યું. અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા પાકિસ્તાની લઘુમતીઓને નાગરિકત્વ આપવામાં આવતું હોય છે. પરંતુ તેના માટે ચોક્કસ પ્રક્રિયા અનુસરવી જરૂરી હોય છે. આ તમામ નાગરિકતા અધિનિયમ પ્રમાણે ૭ વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. જાે કે રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત થતું હોય છે.
જેના આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવાની જાેગવાઈ છે. અમદાવાદના જિલ્લાવહીવટી તંત્રને ૨૦૧૬થી આજ સુધી ૧૧૪૯ લોકોને ભારતીય નાગરિત્વ આપવામાં આવેલુ છે. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં શરણ મળી છે. જેમાં ૨૦૧૭માં ૧૮૭ તેમજ ૨૦૧૮માં ૨૫૬ અને ૨૦૧૯માં ૨૦૫ શરણાર્થીઓ ભારતના નાગરિક બનાવવામાં આવ્યા હતા. તેમજ ૨૦૨૦માં ૬૫ અને ૨૦૨૧માં ૨૧૧ નાગરિકો ભારતના નાગરિક બની અમદવાદમાં શરણ મેળવી હતી.
અમદવાદ,ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા (હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન) ધર્મના લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. સમગ્ર ભારતમાં અમદાવાદ જિલ્લો નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં મોખરે બન્યો છે. હાલ ૧૦૦થી વધુ અરજી સેન્ટ્રલ એજન્સી દ્વારા એમની પ્રોસેસ ચાલી રહી છે. તેમજ ભારતીય નાગરિત્વ મળતા હવે આ નાગરિકોને અમદાવાદ સિવાય અન્ય સ્થળોએ જવા માટે કલેકટર પરવાનગી માંથી પણ મુક્તિ મેળવીને ભારતનું નાગરિત્વ મેળવ્યું છે.
Recent Comments