મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના સંયુક્ત ઉપક્રમે દેશમાં પહેલીવાર અમદાવાદ શહેરમાં આજે બુધવારથી જીએમડીસી મેદાન ખાતે ડ્રાઈવ થ્રુ ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે. લોકો જે રીતે ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીમાં લાઈનો લાગે છે એને ઓછી કરવા માટે શરૂ કરવામાં આવેલા આ કલેક્શન સેન્ટરમાં સવારથી જ લોકો ટેસ્ટ કરાવવા માટે પહોંચી ગયા હતા.
ટેસ્ટ કરાવવા આવનારા લોકોએ સૌથી પહેલા લેબ દ્વારા આપવામાં આવેલા મોબાઈલમાં ઊઇ કોડ સ્કેન કર્યો હતો. મોબાઈલમાં સ્કેન કર્યા બાદ તેમની તમામ માહિતી સાથે રજિસ્ટ્રેશન કર્યા બાદ કાર અંદર કલેક્શન સેન્ટર પર આવી હતી. કારમાંથી નીચે ઊતર્યા વગર જ શંકાસ્પદ વ્યક્તિનાં સેમ્પલ ઁઁઈ કિટ પહેરેલી વ્યક્તિએ લીધાં હતાં. સવાર ૮ વાગ્યાથી ૫૦ જેટલી ગાડીમાં લોકો ટેસ્ટ કરાવવા પહોંચી ગયા હતા. માત્ર ૫ મિનિટમાં જ સેમ્પલ આપી લોકો પરત ફરતા હતા. ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરી દ્વારા ૧૦ જેટલાં કલેક્શન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. ઉપરાંત વોકિંગ ટેસ્ટ સેન્ટર પણ ઊભાં કરવામાં આવ્યાં છે, જ્યાં લોકો જાતે આવી લાઈનમાં આવીને ટેસ્ટ કરાવતા હતા.
અમદાવાદ ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગની શરૂઆત થવા પર ડો. રાજીવ કુમાર ગુપ્તાએ ટ્વીટ કરી જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુપ્રાટેક લેબ્સના સહયોગથી દેશમાં પહેલીવાર અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગને ખુબજ સારો પ્રતિસાદ મળ્યો છે. ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડમાં આજે બે કલાકમાં ૬૦૦થી વધુ લોકોએ કારમાં બેસીને જ ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ કરાવ્યાં છે. જેને પગલે ટેસ્ટ માટે લાંબી લાઈનો થતી રોકવામાં તેમજ ઝડપી પરિણામ મેળવવા નાગરિકોને પ્રોત્સાહિત કરી શકાશે.
Recent Comments