fbpx
ગુજરાત

અમદાવાદમાં શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં વધતી ક્રાઇમની ઘટનાઓ પર પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ યોજી

૧૫ દિવસમાં તોડફોડ, હત્યા અને લૂંટ જેવી ઘટનાઓ વધી અમદાવાદ શહેરમાં ક્રાઈમની ઘટનાઓ સંદર્ભે પોલીસ કમિશનર જી એસ મલીકે પત્રકાર પરિષદ યોજી હતી. શહેરમાં હત્યા અને ફાયરિંગની ઘટનાઓને લઈને આ પ્રોસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં છેલ્લા ૧૫ દિવસમાં તોફો઼, હત્યા અને લૂંટ જેવી ઘટનાઓ વધી ગઈ હતી. અન્ય એક ઘટના સોપારી કિલીંગની હતી જેમાં રતલામથી ત્રણ શક્સોની ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. એલિસબ્રિજમાં બનેલી ગંભીર ઘટનામાં ગંભીરતાપુર્વક તપાસ કરીને કેસ ડિટેક્ટ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ શનિવારે રાત્રે બદરામજી મોદીની હત્યા કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીએ ગુનાની કબૂલાત કરી લીધી છે. બીજીતરફ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલીકે અમદાવાદમાં ક્રાઈમ કાબૂમા હોવાનો દાવો કર્યો હતો. મલીકે આંકડાકીય માહિતી આપતા ક્રાઈમ કાબૂમા હોવાનો દાવો કર્યો હતો. તેમણે ગુનેગારોમાં પોલીસનો ડર હોવાનું જણાવ્યું હતું. તે સિવાય ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુધરી હોવાનું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. બીજીતરફ ૧૦ દિવસમાં પાંચ હત્યા થઈ હોવા છતા પોલીસ કમિશનરગુનાખોરી ઘટી હોવાનો દાવો કરી રહ્યા છે. સીપીએ લૂંટ, હત્યા અને ચોરીના પ્રયાસમાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું.

Follow Me:

Related Posts