એક તરફ અમદાવાદમાં પોલીસ કર્મીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા સતત પ્રયત્ન કરે છે. બીજી તરફ પોલીસ કર્મીઓ પર આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે. અમદાવાદમાં સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. લિસ્ટેડ બુટલેગરને પકડવા જતા પોલીસકર્મીઓ પર હુમલો થયો છે. સાબરમતી પોલીસની ટીમ પોતાના વિસ્તારમાં એક લિસ્ટેડ પોલીસ કર્મીને પકડવા માટે ગઇ હતી. જાે કે ૬૦થી વધુ લોકોના ટોળાએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા ઁજીૈં સહિત ૨ પોલીસકર્મીઓને ઇજા પહોંચી છે. નિલેશ ઠાકોર નામના બુટલેગરને પકડવા જતા ટોળાએ હુમલો કર્યો હતો. ૧૧ હુમલાખોર સહિત ૬૦ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અમદાવાદમાં સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર હુમલો૧૧ હુમલાખોર સહિત ૬૦ લોકોના ટોળા સામે ફરિયાદ,PSI સહિત ૨ પોલીસકર્મીઓને ઇજા

Recent Comments