સિંધુ ભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મુદ્દે હાઇકોર્ટે સંબંધિત પોલીસ અધિકારીઓ સામે નોટિસ ઇશ્યુ કરી છે. સંબંધિત પોલીસ અધિકારીઓને હાઇકોર્ટે, અદાલતના હુકમના તિરસ્કારની નોટિસ ઇસ્યુ કરી છે. સિંધુ ભવન રોડ પર એક યુવકને “ગાડી મેરે બાપ કી હૈ, પર રોડ નહીં” આવું પોસ્ટરમાં લખાવી પોલીસે પરેડ કરાવી હતી. જે મામલે કોર્ટે સરખેજ પોલીસ ઇન્સ્પેકટર, સરખેજ પોલીસ સ્ટેશનના ઁજીૈં, સેટેલાઇટના ઁજીૈં અને એક કોન્સ્ટેબલને કોર્ટે નોટિસ આપી છે. આગામી ૭ ઓગસ્ટ સુધીમાં ખુલાસો માગ્યો છે. તેમજ કેસની વધુ તપાસ પર હાઇકોર્ટે રોક લગાવી છે.
અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર એક યુવકને જાહેરમાં પરેડ કરાવવી પોલીસને ભારે પડી

Recent Comments