fbpx
ગુજરાત

અમદાવાદમાં સોનીનો નોકર વોશરૂમ જવાને બહાને સવા કરોડનું સોનું લઈ ફરાર

અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતા મુકેશ ઘાંચી અમદાવાદના માણેકચોકમાં એક જવેલર્સની દુકાન ચલાવે છે. તેમને પોતાની દુકાનમાં અઢી મહિના પહેલા આનંદ રાજપુત નામના એક વ્યક્તિને નોકરી પર રાખ્યો હતો. મુકેશે તેના ગામના ગણેશ ગાંધી નામના વ્યક્તિના કહેવાથી આનંદને ૯૦૦૦ રુપિયા પગારમાં નોકરી પર રાખ્યો હતો.૧૬ ઓક્ટોબરના રોજ ૨ થેલામાં ૪,૬૨૫ કિલો સોનાના દાગીના લઈને મુકેશ જઈ રહ્યો હતો. તે સમયે મુકેશે તેનું દુકારમાં રહેલા કારીગર આનંદને સાથે લીધો હતો. મુકેશે આનંદને પોતાની એકટીવા ચલાવવા માટે આપી હતી. સોના ચાંદીના દાગીના લઇને તેઓ અલગ-અલગ જવેલર્સમાં સેમ્પલ બતાવવા માટે જતા હતા અને બપોરે ૩ઃ૩૦ વાગ્યે મુકેશને શૌચ કરવા માટે જવું હોવાથી તેને કેનાલ પાસે પોતાની ગાડી ઉભી રખાવી હતો. મુકેશ તેના કારીગર આનંદના ભરોશે સોનાના દાગીના મૂકીને ગયો હતો. મુકેશની ગેરહાજરીમાં આનંદ સોનાના દાગીના અને એક્ટીવા લઈને ભાગી ગયો હતો. ત્યારબાદ મુકેશે આનંદને પકડવા માટે એક બાઇક ચાલકની મદદથી તેનો પીછો પણ કર્યો હતો પરંતુ તે આનંદને તે પકડી શકતો નહતો. પછી જ્યારે મુકેશે આનંદનો ફોન નંબર ટ્રાય કર્યો ત્યારે તે મોબાઈલ બંધ બતાવતો હતો. ત્યારબાદ આનંદને જે વ્યક્તિએ કામ પર લગાવ્યો હતો તે ગણેશ નામના વ્યક્તિનો સંપર્ક જ્યારે મુકેશે કર્યો ત્યારે ગણેશનો મોબાઈલ પણ બંધ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ મુકેશ ગણેશ અને આનંદની શોધખોળ કરવા માટે તેના વતન રાજસ્થાનમાં પહોંચ્યો હતો. તે વતનમાં પણ મળી આવ્યા ન હતા. ત્યારબાદ મુકેશે આનંદ અને ગણેશ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આનંદ જે સવા કરોડના ઘરના લઈને ભાગી ગયો હતો તે ઘરેણામાં સોનાની બુટ્ટી, મંગળસૂત્ર, લકી, કળા સહિતના દાગીનાઓ હતા. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી ઝ્રઝ્ર્‌ફ ફૂટેજના આધારે તપાસ કરીને આનંદ અને ગણેશની શોધખોળ શરૂ કરી છે. આ બાબતે તપાસ કરનાર અધિકારી ઁૈં કે.પી.ખંભલાએ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મુકેશ કૃષ્ણનગર આદિશ્વર કેનાલ પાસે બે મિનીટ માટે આવું આનંદને કહીને ગયો હતો. તે સમયે આનંદ એકટીવા લઈને ઉભો હતો પરંતુ અગાઉથી જ કાવતરું કર્યું હોય તે રીતે જ્યારે મુકેશ બે મિનિટમાં આનંદ પાસે આવ્યો ત્યારે આનંદ જે જગ્યા પર ઉભો હતો ત્યાં તે જાેવા મળ્યો ન હતો. આનંદ તે એકટીવા લઈને ભાગી રહ્યો હતો એટલે મુકેશે આનંદને ઉભો રાખવા માટે બૂમો પાડી હતીરાજ્યમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ચોરી, લૂંટફાટ, મારામારી જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદમાં એક જવેલર્સના સવા કરોડ રૂપિયાના સોનાના દાગીના ચોરાયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને કોઇ અન્ય ચોર ઇસમોએ નહીં પણ દુકાનમાં કામ કરતાં કારીગરે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ સમગ્ર મામલે જ્વેલર્સ દ્વારા દાગીના ચોરી કરીને ભાગી જનારા કારીગર અને તેને કામ કરવા માટે મોકલનાર વ્યક્તિ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts