ગુજરાત

અમદાવાદમાં સ્કૂલ વર્ધી વેન અને રિક્ષાચાલકો દ્વારા હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી

અમદાવાદના વાલીઓ માટે વધુ એક ચિંતાના સમાચાર સામે આવ્યા હતા જેમાં સ્કૂલ વર્ધી વેન અને રિક્ષાચાલકોએ હડતાળ પર જવાની જાહેરાત કરી શકે છે. મંગળવારથી રિક્ષા ન ચલાવવાનો એસોસિએશને ર્નિણય લેવામાં આવી શકે છે. સ્કૂલ રિક્ષા અને વેનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવાની તેમની માંગ છે. ટ્રાફિક અને આરટીઓની ઝુંબેશ શરૂ થતાં પહેલા હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અમદાવાદ સહિત રાજ્યભરના રિક્ષા અને વેન સંચલકોની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. એક વર્ષથી રજૂઆત કરવા છતાં પાસિંગ પ્રક્રિયા ન કરાઈ હોવાનો આક્ષેપ કરાયા છે. તો રાજકોટની ઘટના બાદ હવે તંત્ર જાગ્યું હોવાનો એસોસિએશનનો દાવો છે. અમદાવાદ શહેરમાં અંદાજિત ૧૫ હજારથી વધુ રિક્ષા અને વેનમાંથી માત્ર ૮૦૦ લોકો પાસે જ પરમીટ છે.

Related Posts