અમદાવાદમાં હથિયારોનાં ગેરકાયદે વેપાર કેસમાં મુખ્ય આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો
ગેરકાયદે હથિયારોની હેરાફેરી અને વેપારના કેસમાં અમદાવાદની વાસણા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. થોડા દિવસ પહેલા ઝોન ૭ ડીસીપી એલસીબીએ હથિયારોનો ગેરકાયદે વેપારનો પર્દાફાશ કર્યો હતો. જેમા ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી ૯ પિસ્ટલ, ૧ રિવોલ્વર, ૬૧ કારતુસ સાથે ૬ આરોપીની ધરપકડ કરી હતી. જેમા પોલીસે આ આરોપીઓને હથિયાર આપનાર આરોપી સમીરની એમપીથી ધરપકડ કરી છે. પોલીસ ગિરફતમાં આવેલ આરોપી અખ્તર ઉર્ફે અક્કો ઉર્ફે આફ્તાબ શેખ ગેરકાયદે હથિયાર આપવાના કેસમાં મુખ્ય આરોપી છે. આરોપી અખ્તર પરિવારની જવાબદારી માટે પૈસા મેળવવા માટે ગેરકાયદે હથિયારો વેચતો હોવાનું કબૂલાત કરી છે.
સાથે જ વાસણા પોલીસ આરોપીને પકડવા ઇન્દોર ગઇ ત્યારે આરોપીએ પોતાની ઓળખ છુપાવી પોતાનું ખોટુ નામ બતાવી છટકવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે આરોપીના હુલિયા બાબતે પોલીસ જાણતી હોવાથી તે બચી શક્યો ન હતો અને પોલીસ તેને ગાડીમાં બેસાડી અમદાવાદ લઇ આવી હતી. જ્યારે આરોપી સમીર ઉર્ફે સાનુની જ્યારે પોલીસે ધરપકડ કરી ત્યારે તેની બહેને આફ્તાબને ફોન કરીને જાણ કરી દેતા તેણે પોલીસ સમક્ષ પોતાનું ખોટું નામ બતાવી છટકવાનો પ્રયાસ કર્યો હતો.
મધ્યપ્રદેશથી અમદાવાદમાં હથિયારો વેચવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી આધારે ડીસીપી ઝોન-૭ પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં શાહનવાઝ ઉર્ફે શાનુ શેખ, સમીર ઉર્ફે સોનુ પઠાણ, ફરાનખાન પઠાણ, ઝૈદખાન પઠાણ, શાહરૂખખાન પઠાણનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી નવ પીસ્ટલ, એક રિવોલ્વર, ૬૧ કારતુસ અને ત્રણ ખાલી મેગઝીન કબજે કર્યા હતા. બાદમાં આરોપીઓની પૂછપરછમાં આ હથિયારો આરોપી સમીર ઉર્ફે સોનુ એમપીના ઇન્દોરથી અખ્તર ઉર્ફે અક્કો ઉર્ફે આફ્તાબ શેખ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરતા વાસણા પોલીસની ટીમ એમપી પહોંચી હતી. જ્યાં પોલીસે તેના લાંબા વાળ વાળા હુલિયા પરથી ઓળખી કાઢી ઝડપી પાડ્યો હતો.
પકડાયેલ આરોપી અખ્તર ઉર્ફે અક્કો ઉર્ફે આફ્તાબ શેખની પૂછપરછ માં વર્ષ ૨૦૧૫ થી આરોપી સમીર હથિયાર આપતો હતો. જાેકે પકડાયેલ હથિયારનો જથ્થો આરોપી સમીર કોરોના પહેલાથી લાવ્યો હોવાનું તપાસમાં આવ્યું છે. નોંધનીય છે કે આરોપીએ ટેસ્ટિંગ માટે શાહ નવાઝે એક વાર ફાયરિંગ કર્યું હતું. આરોપી આફ્તાબની પૂછપરછ કરતાં એમપીના કાજલપુર ગામમાંથી હથિયારો લાવતો હતો. આ ગામમાં ચિખલીગર ગેંગના લોકો રહેતા હોવાથી ગેરકાયદે હથિયારોનો વેપલો ચાલે છે. આરોપી આફ્તાબ ૪થી ૧૨ હજારમાં હથિયાર ખરીદી સમીર ઉર્ફે સોનુ અને શાહનવાઝને બમણી કિંમતે એટલેકે ૧૫થી ૨૦ હજાર કે ૪૦ હજાર સુધીના ભાવમાં વેચતો હતો.અને ૨૦૧૫ થી આ ધંધો કરતો હતો. જેથી આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
Recent Comments