ગુજરાત

અમદાવાદમાં હેલિકોપ્ટરની જાેયરાઈડ્‌સ શરૂ કરવાની તૈયારીઓ

અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા જતું સી-પ્લેન બંધ થતાં ભાવનગર જિલ્લામાં પાલિતાણા પાસે શેત્રુંજી જળાશયમાં અને મહેસાણા પાસે ધરોઇ ડેમ પાસે શરૂ થનારી સી-પ્લેનની સર્વિસમાં ફરી એકવાર વિલંબ થયો છે. આ બન્ને સર્વિસ સ્પાઇસજેટ કંપની ઓપરેટ કરવાની હતી. હવે રાજ્યના કેબિનેટ મંત્રીએ રિવરફ્રન્ટથી કેવડિયાની સી-પ્લેન સર્વિસ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે, પરંતુ માલદિવ્સ ગયેલું પ્લેન પાછું આવશે કે બીજી કોઇ કંપનીના નવા સી-પ્લેનની સેવા લેવાશે એ અનિશ્ચિત છે.રાજ્યની તત્કાલીન વિજય રૂપાણીની સરકારમાં સિવિલ એવિયેશન વિભાગ સંભાળતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેન્દ્રના એવિયેશનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને એક પત્ર લખીને ગુજરાતમાં સી-પ્લેન ખરીદવા ૧૨૦ કરોડ રૂપિયાની માગણી કરી હતી,

પરંતુ સરકારમાં નેતૃત્વ પરિવર્તન થતાં હવે નવી સરકારમાં ફરીથી માગણી કરવાની થાય છે. રાજ્યના સિવિલ એવિયેશનમંત્રી પૂર્ણેશ મોદીનું કહેવું છે કે તેઓ સી-પ્લેનની માગણી પર ઝડપથી ર્નિણય લેવાય એ માટે પ્રયાસ કરશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગયા વર્ષે એવું નક્કી કર્યું હતું કે ગુજરાતમાં સી-પ્લેન માટે સાબરમતી રિવરફ્ન્ટ, કેવડિયા, ધરોઇ ડેમ અને તાપીમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. સી-પ્લેન લેન્ડ થઇ શકે એ માટે પાણીમાં ૮૦૦થી ૯૦૦ મીટર જેટલી જગ્યાની જરૂર પડે છેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ૩૧મી ઓક્ટોબરના રોજ રિવરફ્રન્ટથી સી-પ્લેનમાં ઉડાન ભરી હતી અને યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો, પરંતુ આ સર્વિસ શરૂ થયાના એક મહિના પછી બંધ થઇ ગઇ હતી. મેઇન્ટેનન્સ માટે ૯ એપ્રિલે માલદિવ્સ ગયેલું સી-પ્લેન હજી સુધી પરત આવ્યું નથી. બીજી તરફ, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં જ ગુજરાત સરકાર દ્વારા લોકો માટે એરએમ્બ્યુલન્સ, રિવરફ્રન્ટથી નર્મદાના કેવડિયા સુધીની સી-પ્લેન સુવિધા, ધાર્મિક સંસ્થાનો સુધી હેલિકોપ્ટરની સુવિધા અને લોકોના આનંદ માટે હેલિકોપ્ટરની જાેયરાઈડ્‌ઝ શરૂ કરવા માટેની તૈયારી કરી લેવાઈ છે.

રાજ્યના પ્રવાસન વિભાગ અને સિવિલ એવિએશન વિભાગ એકબીજા સાથે મળીને તૈયારીઓ કરી રહ્યા છે, જે અંતિમ તબક્કામાં છે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓના મતે, આ તમામ પ્રક્રિયા માટે એરપોટ્‌સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકારની અન્ય એજન્સીઓ પાસેથી મંજૂરી મેળવાઈ છે. આ તમામ આકર્ષણો જાન્યુઆરીમાં શરૂ થનારી વાઈબ્રન્ટ સમિટ પહેલાં શરૂ કરાશે. વર્ષ ૨૦૧૯માં રાજ્ય સરકારે ૧૯૧ કરોડની કિંમતે બોમ્બાર્ડિઅર ચેલેન્જર ૬૫૦ એરક્રાફ્ટની ખરીદી કરેલી છે. આ પહેલાં ૨૦ વર્ષ સુધી બીચક્રાફ્ટ સુપરકિંગ વિમાન મહાનુભાવોની સુવિધામાં કાર્યરત હતા. હવે આ વિમાનોને હવે એરએમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરાશે. આ માટેની તમામ મંજૂરીઓ મેળવી લેવાઈ છે. ગુજરાતના પવિત્ર યાત્રાધામ જેવાં કે દ્વારકા, સોમનાથ અને અંબાજીમાં હેલિપોર્ટ બનાવવાની યોજના પછી રાજ્ય સરકાર બંધ થયેલું સી-પ્લેન ફરીથી શરૂ કરવાનું પ્લાનિંગ બનાવી રહી છે. આ સર્વિસ કોરોના સંક્રમણના કારણે તેમજ સી-પ્લેન મરામત માટે મોકલવામાં આવ્યું હોવાથી બંધ કરી દેવામાં આવી છે. અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની જતા આ સી-પ્લેનની સર્વિસ ફરી શરૂ કરવા માટે રાજ્યના સિવિલ એવિયેશન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે અમે યાત્રાધામોમાં પ્રવાસીઓની સુવિધા માટે હેલિપોર્ટ બનાવી રહ્યા છીએ, જ્યારે અમદાવાદના રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે સી-પ્લેન ફરીથી શરૂ કરવા જઇ રહ્યા છીએ. ૩૧મી ઓક્ટોબર ૨૦૨૦માં રિવરફ્રન્ટથી કેવડિયા સુધી આ સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ સર્વિસમાં એકસાથે ૧૯ લોકો બેસી શકે છે. અત્યારસુધીમાં ૨૫૦૦ જેટલા લોકોએ એમાં મુસાફરી કરી છે. ચોંકાવનારી બાબત તો એવી છે કે આ સર્વિસ શરૂ થયા પછી અત્યારસુધીમાં ૨૦૦થી વધુ દિવસો સુધી બંધ રહી છે, કારણ કે એના એરક્રાફ્ટને મરામત કામ માટે વારંવાર માલદિવ્સ મોકલવામાં આવ્યું છે.

Related Posts