ગુજરાત

અમદાવાદમાં હેવાન પતિ પત્નીને આવી જગ્યાએ માર મારતો હોવાનો મામલો સામે આવ્યો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલાના લગ્નના સમયથી જ મારી સાથે મારપીટ કરે છે. મારા પતિ ગુસ્સામાં ગાળો જ બોલતા હોય છે. અમારે એક બાળક પણ છે અને તે પણ ડરી ગયું છે. પતિ ઓછું કમાય છે, જેથી મારા પિતાએ તમામ ઘરવખરી અને વસ્તુઓ આપી હતી છે. છતાં પણ મારી સાથે મારપીટ કરે છે. હવે પતિના અસહ્ય ત્રાસ અને મારથી કંટાળી અને મારા બાળકના સારા ભવિષ્ય માટે હવે મેં છૂટાછેડા લેવાનો ર્નિણય કર્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઇન ૧૮૧માં એક મહિલાનો ફોન આવ્યો હતો કે, મને મારા પતિ માર મારી મને હેરાન કરે છે.

જેથી સિવિલ લોકેશનની હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. મહિલાના ઘરે પહોંચી તો મહિલા ખાટલા પર સૂતી હતી અને તેના પતિ બાજુમાં ઊભા હતા. આ અંગે પૂછપરછ કરતા પોતાની આપવીતી જણાવતાં પત્નીએ કહ્યું કે, પતિ લગ્નના સમયથી જ મારી સાથે મારપીટ કરે છે. લાફા મારે તો સહન થાય, પરંતુ શરીર પરથી કપડા ઉતારી હાથ ફેરવી ત્યાં ફેંટો અને બેલ્ટથી મારમારે તો તે સહન થતું નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પતિ ગુસ્સામાં ગાળો જ બોલતા હોય છે. પત્નીને છૂટાછેડા લેવા છે, છતાં પતિ આપતા નથી. બાળક પણ ડરી ગયું છે અને તે પણ જાણે છે કે પપ્પા મમ્મીને મારે છે.

આ સાથે મહિલાનો પતિ ઓછું કમાતો હોવાથી મહિલાના પિતાએ તમામ ઘરવખરી અને વસ્તુઓ આપી છે. છતાં પણ મહિલાનો પતિ હેવાન બનીને મારપીટ કરે છે. હેલ્પલાઇનની ટીમ આવ્યા પહેલાં પણ બેલ્ટથી માર માર્યો હતો તેમ તેણીએ જણાવ્યું હતું. આ અંગે મહિલાના પતિને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, મારી માતાને મારી પત્નીની વાતો બહાર કરવાની આદત છે, તેના કારણે અમારા વચ્ચે ઝઘડા થાય છે.

આ અંગે મહિલા હેલ્પલાઇનની ટીમે જણાવ્યું હતું કે, પત્ની છૂટાછેડા લેવા માંગે છે અને પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા માંગે છે. તેથી તેઓને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા અને કોર્ટ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. અત્યારે પતિ સાથે ન રહેવું હોય તો નજીકમાં રહેતા તેમના કાકા ઘરે લઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી હતી. છૂટાછેડા લેવા માટે થઈ અને કોર્ટમાં કાર્યવાહી કરવાની કાયદાકીય સમજ આપી હતી.

Related Posts