fbpx
ગુજરાત

અમદાવાદમાં ૧૨થી વધુ સ્થળો પર આઈટી ટીમના દરોડા

દરોડામાં મુંબઈ, દિલ્હી અને અમદાવાદ સહિતના ૧૦૦થી વધારે અધિકારી-કર્મચારીઓનો કાફલો જાેડાયો છે. અધિકારીઓએ દરોડા દરમિયાન બિઝનેસ હાઉસમાંથી બિનહિસાબી આવક શોધી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં આ કંપનીના સર્ચ ઓપરેશન દરમિયાન, મોટી સંખ્યામાં બિનહિસાબી દસ્તાવેજાે, છૂટક પત્રકો, ડિજિટલ પુરાવા વગેરે મળી આવ્યા છે અને તેને જપ્ત કરવામાં આવ્યા છે. આ પુરાવામાં જૂથની બિનહિસાબી આવકનો વિગતવાર રેકોર્ડ છે, જેના પર બાકી કર ચૂકવવામાં આવ્યો નથી. શાહ એલોય્ઝના અમદાવાદમાં સ્ટીલ પ્લાન્ટમાં સ્ટેનલેસ સ્ટીલ બિલેટ્‌સ, સ્ટીલ પ્લેટ્‌સ, સ્ટીલ બ્રાઇટ બાર, સ્ટીલ એંગલ બાર, સ્ટીલ હોટ રોલ્ડ કોઇલનું ઉત્પાદન કરાય છે. કંપનીની સીએસઆર શાખા તરીકે આદર્શ ફાઉન્ડેશન ટ્રસ્ટ બનાવાયું છે,

જે હેઠળ સાલ એજ્યુકેશન કોલેજ છે. આ કંપનીના શેરની મૂડી ૩૫ કરોડ છે અને તેની ભરપાઈ થયેલી મૂડી ૧૯ કરોડ જેટલી છે. પાલડીમાં આવેલી સીએની ઓફિસ પર પણ ઇન્કમટેક્સ વિભાગે દરોડો પાડ્યો છે. બુધવારે વહેલી સવારે શરૂ કરાયેલી દરોડા કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રહી હતી. આ સીએને ત્યાં પણ દરોડા રાજ્ય બહારની આઈટીની ટીમે પાડ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુંશહેરના સાલ ગ્રૂપ અને શાહ એલોય કંપનીઝના માલિક રાજેન્દ્ર શાહ અને કિરણ શાહનાં રહેઠાણ અને ઓફિસ પર મુંબઈના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ બુધવારે સવારે દરોડા પાડ્યા હતા. સાલ ગ્રૂપની બીજી કંપની શાહ એલોય્ઝની કોર્પોરેટ ઓફિસ અને રજિસ્ટર ઓફિસ સહિત રહેઠાણો મળીને ૧૨થી વધારે જગ્યાએ દરોડા કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન અધિકારીઓને મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારોના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. સર્ચ ઓપરેશનમાં અમદાવાદ અને મુંબઈની ૩૦થી વધારે જગ્યાઓને આવરી લેવામાં આવી છે. શહેરના સાલ ગ્રૂપ અને શાહ એલોય ગ્રૂપ કંપનીઝ પર મુંબઈના ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કંપનીના ડિરેક્ટર રાજેન્દ્ર શાહ, તેમના પુત્ર કરણ શાહ અને કંપનીના અન્ય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં શાહ એલોય, સાલ મેડિકલ કોલેજ, સાલ હોસ્પિટલ, સાલ સ્ટીલ, સાલ કોર્પોરેશન સહિતની તેમની ઓફિસો અને રહેઠાણ મળીને કુલ ૧૨થી વધારે જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts